![]()
Jamnagar Crime : કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં નશો કરીને દુકાને આવવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મોટા વડાળા ગામમાં રહેતા સબીરભાઈ સત્તારભાઈ મુલતાની (ઉ.વ.25) નામના યુવાન દસ-બાર દિવસ પહેલા ગામમાં આવેલી દુલ્હન નોવેલ્ટી નામની કટલેરીની દુકાને બેઠા હતા. ત્યારે આરોપી નશાની હાલતમાં આવતા યુવાને કહેલ કે, તારે મારી દુકાને નશો કરીને આવવુ નહીં. જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપી સાહિલ ગફારભાઈ મુલતાની છરી સાથે યુવાનને દુકાને ધસી આવ્યો હતો અને યુવાન અને તેમના મિત્ર આદિલભાઈ મુલતાની વગરે મોબાઈલમાં ગેમ રમતા હતા. ત્યારે શખ્સે પાછળથી છરી વડે હુમલો કરીને યુવાનને પીઠના ડાબી બાજુ તેમજ હાથની કોણીથી ઉપરના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગેની યુવાનના ભાઈ શકીલભાઈ સત્તારભાઈ મુલતાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા આઠ-દસ દિવસથી ચાલતી માથાકૂટમાં અંતે છરીઓ ઉડી હતી. જે ઘટનાથી નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.










