– યુવાનનું હોસ્પિટલમાં મોત નિપજ્યું
– યુવાન તુફાન લઈને અલીરાજપૂરથી જૂનાગઢ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : મધ્યપ્રદેશના વતની અને હાલ લીલીયા તાલુકાના હાથીગર ગામે રહેતા યુવાન તુફાન ટેમ્પો લઈને જૂનાગઢ જતા હતા ત્યારે ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી ગયું હતું.યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લીલીયા તાલુકાના હાથીગર ગામે રહેતા મુકેશભાઈ મુકામભાઇ દેગીયા તુફાન નંબર જીજે ૦૨ સીએ ૦૯૮૩ લઈને અલીરાજપૂરથી જૂનાગઢ જવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં ધોલેરાથી ભાવનગર તરફ બે કિલો મીટર દૂર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા તુફાન ડીવાઈડર સાથે તુફાન અથડાઈ પલટી ખાઈ ગયું હતું. ચાલક મુકેશભાઈને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધૂકાની રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ સંદર્ભે ધંધુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.