gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદ સોનુ રૂપિયા 1,32,000 જ્યારે મુંબઈ ચાંદી રૂપિયા 1,83,000 | Ahmedabad gold is Rs 1 32 000 whil…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in Business
0 0
0
અમદાવાદ સોનુ રૂપિયા 1,32,000 જ્યારે મુંબઈ ચાંદી રૂપિયા 1,83,000 | Ahmedabad gold is Rs 1 32 000 whil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચીન તથા અમેરિકા વચ્ચે નવેસરની વેપાર તાણને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાએ સોનામાં સેફ હેવન માગને ટેકો આપતા અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા મજબૂત બની રહેતા વૈશ્વિક સોનાના ભાવ ૪૧૦૦ ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

કેન્દ્રીય બેન્કો તરફથી મજબૂત માગ અને ગોલ્ડ ઈટીએફસમાં જોરદાર ઈન્ફલોસને પરિણામે પણ ભાવમાં સુધારો જળવાઈ રહ્યો છે. સોના સાથે વૈશ્વિક ચાંદી તથા અન્ય કિંમતી ધાતુમાં પણ આકર્ષણ ટકી રહ્યું હતું. ચાંદીએ ૫૩  ડોલરની સપાટી કુદાવી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં ઉછાળો ચાલુ રહ્યો હતો.

અમદાવાદ સોનામાં રૂપિયા ૩૦૦૦નો ઉછાળો આવ્યો હતો. ચાંદી પણ રૂપિયા ૫૦૦૦ મોંઘી થઈ હતી. મુંબઈ બજારમાં હાજરમાં ચાંદીની અછત વર્તાતી હોવાનું ચર્ચાતુ હતું. આવતા વર્ષે માગ નબળી રહેવાના અને પૂરવઠો વધવાના વરતારાને પગલે ક્રુડ તેલમાં પીછેહઠ રહી હતી અને ભાવ ૬૨ ડોલરની અંદર ઊતરી ગયા હતા. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૨૬,૧૫૨ રહ્યું હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૯,૯૩૫ કવોટ થતુ હતું. ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૫,૬૪૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર  રૂપિયા ૧,૭૮,૧૦૦ મુકાતા હતા. જીએસટી સાથે  ભાવ રૂપિયા ૧,૮૩,૪૪૩ બોલાતા હતા.

મુંબઈ બજારમાં રિટેલમાં  ચાંદી મળતી નહીં હોવાનું અને  સત્તાવાર ભાવ પર પ્રીમિયમ લેવાતુ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પ્રીમિયમ ન આપવું હોય તો બુકિંગ લેવામાં આવતું હોવાનું પણ ચર્ચાતુ હતું. મોટી માત્રામાં ચાંદીની ડિલિવરી અપાતી નહોતી. બુકિંગ બાદ બે-ત્રણ દિવસે ડિલિવરી આપવામાં આવી રહી છે. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૩૨,૦૦૦ જ્યારે ૯૯.૫૦  સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૧,૭૦૦ મુકાતા હતા. સોમવારની સરખામણીએ સોનામાં રૂપિયા ૩૦૦૦ ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી રૂપિયા ૧,૮૦,૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૪૧૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૪૧૧૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૫૩.૫૪ ડોલર થઈ મોડી સાંજે ૫૦.૬૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રોફિટ બુકિંગે ૧૬૨૦ ડોલર અને પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૪૭૪ ડોલર કવોટ થતું હતું. ચીન-અમેરિકા ટ્રેડ વોર વધુ વકરવાના સંકેતે સોનામાં સેફ હેવન માગ વધી ગઈ હતી. 

ક્રુડ તેલમાં આવતા વર્ષે માગ કરતા પૂરવઠો વધુ રહેવાના ઈન્ટરનેશનલ એનર્જીના વરતારાને પગલે ક્રુડ તેલમાં નરમાઈ આવી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૮.૪૦  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૩ ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૨.૩૯ ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
બાવળાના રજોડામાં ગેસના બાટલાઓનું રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas cylinders in B…

બાવળાના રજોડામાં ગેસના બાટલાઓનું રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો | Man caught refilling gas cylinders in B...

રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો | Crude oil imports from Russia …

રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો | Crude oil imports from Russia ...

ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar …

ધ્રાંગધ્રાના સત્તાપર ગામમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory seized from Sattapar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી રોડ પર ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝનને કહ્યું,આમ દાગીના પહેરીને ફરી ના શકો..ચેન-વીંટી લૂંટી ફર…

હરણી રોડ પર ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝનને કહ્યું,આમ દાગીના પહેરીને ફરી ના શકો..ચેન-વીંટી લૂંટી ફર…

7 months ago
નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

3 weeks ago
ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

3 weeks ago
ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News