Jamnagar Crime : જામનગરના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનારા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની પોલીસે અટકાયત કરી લીધા બાદ તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો, જે રિમાન્ડ દરમિયાન પોલીસને અને ચોકાવનારા ખુલાસાઓ થયા હતા, અને કેટલું ક સાહિત્ય તેના કબજામાંથી જપ્ત કરી લેવામાં આવ્યું હતું. જ્યારે વીજ ચોરી સહિતનો અલગથી ગુનો પણ દાખલ કરાવ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન તેની પાસેથી મળી આવેલા ત્રણ મોબાઇલ ફોન કે જેની કોલ ડીટેલ તથા તેનું સાહિત્ય કઢાવવા માટે પોલીસને ભારે કવાયત કરવી પડી હતી, અને મોબાઇલમાંથી કુલ 128 જીબી જેટલું અધધધ કહી શકાય તેટલું અશ્લીલ સાહિત્ય મળી આવ્યું છે. જે કબજે કરવા માટે પોલીસને જુદી જુદી ચાર પેન ડ્રાઈવનો ઉપયોગ કરવો પડ્યો હતો, જે પુરાવા રૂપે એકત્ર કરાયું છે. હાલ તેની રિમાન્ડની મુદત પૂરી થતાં આ સમગ્ર પ્રકરણના તપાસનિશ પી.એસ.આઇ આર.ડી.ગોહિલ દ્વારા તેને ગઈકાલે સાંજે ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, અને તેને જેલમાં ધકેલી દેવાયો છે.
પોલીસે આ પ્રકરણમાં રાજસ્થાનના જોધપુરની એક રૂપલલના મળી આવી હોવાથી તેણીને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી, જે યુવતી હવે પોતાના વતનમાં પરત જવા માંગતી હોવાથી પોલીસ સમક્ષ વિનંતી કરી હતી. જેથી પોલીસે તેના આધારકાર્ડ સહિતના પુરાવાઓ એકત્ર કર્યા બાદ તેણીને રિલીઝ કરીને રાજસ્થાનના જોધપુર મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.