Mumbai Police issues third summons to Kunal Kamra: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બાદ ભારે હંગામો થયો હતો. વિવાદિત ટિપ્પણી બાદ આ મામલે નોંધાયેલ કેસમાં શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે, આ સતત ત્રીજી વખત છે કે, જ્યારે કામરાને સમન્સ આપ્યા બાદ પણ મુંબઈ પોલીસ સમક્ષ હાજર નથી થયો.
આ પણ વાંચો : ‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર
શિવસેનામાં ભાગલાને લઈને શિંદે પર કટાક્ષ કર્યો હતો
ખાર પોલીસે એક કાર્યક્રમમાં દરમિયાન ડેપ્યુટી સીએમ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા પર શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે કામરા સામે કેસ દાખલ કર્યો છે. કામરાએ પોતાના એક કાર્યક્રમમાં એક ‘પૈરોડી’ ગાઈ હતી, જેમાં શિવસેનામાં ભાગલાને લઈને શિંદે પર કટાક્ષ કર્યો હતો. આ કાર્યક્રમ મુંબઈના ખાર હોટલમાં આવેલા સ્ટુડિયોમાં યોજાયો હતો. અહીં શિવસેનાના કાર્યકર્તાઓએ 23 માર્ચના રોજ સ્ટૂડિયો અને એ હોટલમાં તોડફોડ કરી હતી.
મદ્રાસ હાઇકોર્ટે કામરાને 7 એપ્રિલ સુધી આગોતરા જામીન આપ્યા છે
અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ પોલીસે કામરાને ત્રીજી વખત સમન પાઠવીને 5 એપ્રિલના રોજ હાજર થવા કહ્યું હતું. બીજા સમન્સ પર હાજર ન થતાં ખાર પોલીસની એક ટીમ આ અઠવાડિયાની શરુઆતમાં માહિમ સ્થિત કામરાના નિવાસસ્થાને પહોંચી હતી. મદ્રાસ હાઇકોર્ટે કામરાને 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન આપ્યા છે. તે તમિલનાડુનો કાયમી નિવાસી છે. નાસિક ગ્રામીણ, જલગાંવ અને નાસિક(નાંદગાંવ)માં ‘કોમેડિયન’ વિરુદ્ધ નોંધાયેલી ત્રણ FIR ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ પણ વાંચો : વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ
‘કામરાએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી’
કુણાલ કામરાએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને ધમકી આપવામાં આવી રહી છે. અને મદ્રાસ હાઇકોર્ટે મને 7 એપ્રિલ સુધી ધરપકડમાંથી રાહત આપી છે.’ ત્યારે હવે જોવાનું એ રહે છે કે, બે દિવસ પછી પોલીસ શું કાર્યવાહી કરે છે. આ ઉપરાંત હાલમાં જ કુણાલ કામરાએ એક તસવીર પણ પોસ્ટ કરી છે. જોકે, તેણે એ નથી કહ્યું કે, તે ક્યાં છે.