
World’s Most Powerful Passports : વિશ્વભરના દેશોના પાસપોર્ટનું મૂલ્યાંકન કરતી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2025 દ્વારા ‘કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત’ તેની યાદી જાહેર કરી છે. યાદી મુજબ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધી ટોપ-10માં સામેલ અમેરિકાનો પાસપોર્ટ હવે તેમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ભારતના પાસપોર્ટ રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે.
યાદીમાં સિંગાપુર પહેલા ક્રમાંકે
વિઝા મુક્ત અથવા વિઝા ઓન એરાઇવલ એટલે કે, તે એવી સુવિધા છે, જેમાં તમારે કોઈ ચોક્કસ દેશની યાત્રા શરુ કરતાં પહેલાં તે દેશનો વિઝા લેવાની જરૂર પડતી નથી.










