Ahmedabad News : અમદાવાદમાં આવેલી નાથીબા હરગોવનદાસ લખમીચંદ (NHL) મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હોસ્ટેલના રૂમમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. અરવલ્લીના બાયડની 21 વર્ષીય યુવતીએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘતા કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વિદ્યાર્થિનીનો મોબાઈલ ફોન લઈને આગળની તપાસ હાથ ધરી છે.
MBBSની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
અરવલ્લીના બાયડની સુશીલા વસાવા નામની વિદ્યાર્થિની અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ ગઈકાલે શુક્રવારની મોડિ રાત્રે હોસ્ટેલના રૂમ નંબર 424માં ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું હતું.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ
MBBSની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યા હોવાની જાણ થતાં પોલીસ કોલેજ પ્રશાસન ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. પોલીસે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દીકરી ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.