Panchmahal News : પંચમહાલ જિલ્લાના પાવાગઢના એક અંતરિયાળ ગામમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામ સગીર પર સ્મશાન દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બીમાર ભાઈને સાજો કરવા માટે સગીરા તાંત્રિક વિધિ કરતાં કૌટુંબિક ફૂવા પાસે જતાં દુષ્કર્મનો ભોગ બની હતી. સમગ્ર ઘટના મામલે પાવાગઢ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને નરાધમ ફૂવાની ધરપકડ કરી હતી.
પાવાગઢમાં કૌટુંબિક ફૂવાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
પંચમહાલના પાવાગઢમાં બીમાર ભાઈને સાજો કરાવવા માટે સગીરા તાંત્રિક વિધિ કરતાં કૌટુંબિક ફૂવા પાસે પહોંચી હતી. જેમાં આરોપી ફૂવાએ સ્મશાનમાં તાંત્રિક વિધિ કરવાની છે તેમ કહીને સગીરાને પોતાના ગામ નજીકના જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં નરાધમે સગીરાને કહ્યું હતું કે, ‘તારા ભાઈને સાજો કરવો હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.’ આ પછી આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું.
આ પણ વાંચો: વલસાડના ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
સમગ્ર ઘટનાની મામલે પરિવારને જાણ થતાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.