– આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદનો હુકમ
ગોધરા : ગોધરા તાલુકાની સગીરા સાથે નિકાહ કરી દુષ્કૃત્ય કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦ હજાર દંડ ગોધરાની સ્પે.પોકસો કોર્ટ ધ્વારા કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ગોધરા તાલુકાની સગીર દીકરી સાથે સુનિલ નાનાભાઈ નાયકએ દુષ્કૃત્ય કરી કોઈને વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો, પોલીસે ગુનો નોંધીને આરોપી સુનિલ નાનાભાઈ નાયકની અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી, જે બાબતે પંચમહાલ જીલ્લાના સ્પે.જજ તથા ચોથા એડી. સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર આવેલા પુરાવો ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ એમ.કે.દેશમુખે ફરીયાદી, ભોગ બનનારની, પંચોની તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર પોલીસની જુબાનીના આધારે દલીલો કરી હતી, જેમા આરોપી સુનિલ નાનાભાઈ નાયકને તકસીરવાન ઠરાવ્યા હતા.
જેમાં આરોપી સુનિલ નાનાભાઈ નાયકને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડના ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ફરમાવી હતી.