![]()
– ગાડી ચાલક વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– ઢસા પોલીસે વિદેશી દારૂ ,ગાડી મળી રૂ. 3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી ઢસા પોલીસે પકડી પાડી હતી.જોકે ગાડી ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો.
ઢસા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,રસનાળ તરફથી એક બોલેરો પિકઅપ વાહન વિદેશી દારૂ ભરીને આવી રહ્યું છે.જે બાતમીના આધારે રસનાળથી ઢસા રોડ પર દરોડો પાડી તપાસ કરતા બોલેરો પીકપ ગાડી નં. જીજે-૧૧-ટીટી-૭૪૬૪ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.પોલીસે વાહનની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૨૪૦ બોટલ રૂ.૪૩,૨૦૦ અને બોલેરો ગાડી મળી રૂ.૩,૪૩,૨૦૦ નો મુદામાલ કબ્જે લીધો હતો.જોકે બોલેરો ગાડી ચાલક ગાડી છોડી નાસી છૂટયો હતો.પોલીસે ગાડી ચાલક વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










