![]()
વડોદરા, એલી.સી.બી. ઝોન – ૩ ની ટીમે માંજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચારને ઝડપી પાડયા છે. આરોપી પાસેથી રોકડા અને મોબાઇલ ફોન સહિત ૨૭,૬૨૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલ.સી.બી. ઝોન – ૩ નો સ્ટાફ ગઇકાલે માંજલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, માંજલપુર અલવા નાકા લક્ષ્મી નગરમાં રહેતો ગણેશ વારકે બહારથી લોકોને બોલાવી અગાશી પર જુગાર રમાડી રહ્યો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા (૧) ગણેશ શંકરરાવ વારકે (૨) યાસીન સરદારખાન પઠાણ (રહે. નવાપુરા, મહેબૂબપુરા) (૩) અલતાફ ચાંદમીયા શેખ (રહે. નવાપુરા પોલીસ ચોકી સામે, મુસ્લિમ મહોલ્લો) તથા (૪) નીતિન અશોકભાઇ મસ્કે (રહે. અનુપમ નગર, દંતેશ્વર) ને ઝડપી પાડયા હતા. માંજલપુર વિસ્તારમાં એલ.સી.બી.એ થોડા દિવસ અગાઉ દારૃની રેડ કર્યા બાદ હવે જુગારની રેડ કરતા માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની કાર્યક્ષમતા પર સવાલ ઉપસ્થિત થયા છે.










