![]()
Auto Sweep Service: જ્યારે તમે બેન્કમાં ખાતું ખોલાવવા જાઓ છો, ત્યારે તમે તમામ કાગળકામ અને ઓનલાઈન ફોર્મેલિટીઓ પૂરી કરી લો છો, પરંતુ Bank Account પર મળતી સુવિધાઓ વિશે માહિતી નથી મેળવતા માત્ર ડેબિટ કાર્ડ લઈને આવતા રહો છો. બેન્ક પણ તમને વધુ માહિતી નથી આપતી. તમે તમારા સેવિંગ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા રહો છો અને આ જમા પૈસા પર 2.5-3% વ્યાજ મેળવીને ખુશ થઈ જાઓ છો. પરંતુ શું તમે જાણો છો કે Saving-Current Accountમાં જમા પૈસા પર ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો. તેના માટે તમારે બેન્કમાં જઈને માત્ર એક જ વાત કહેવાની છે.ચાલો જાણીએ કેવી રીતે?
બેન્કમાં જઈને માત્ર આટલું કહો
સામાન્ય રીતે બેન્ક પોતાને ત્યાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવનારા ગ્રાહકોને 7-8% વ્યાજ ઓફર કરે જ છે, અને ઘણી બેન્ક તો તેનાથી વધુ વ્યાજ પણ આપે છે. સેવિંગ અથવા કરન્ટ ખાતા પર સરેરાશ વ્યાજ લગભગ 2.5% આસપાસ રહે છે. જોકે, થોડી સમજણથી તમે તમારા ખાતા પર પણ ત્રણ ગણું વધુ વ્યાજ અથવા FD જેટલું જ વ્યાજ મેળવી શકો છો. આ સર્વિસનો લાભ મેળવવા માટે તમારે બેન્કમાં જઈને માત્ર ઓટો સ્વીપ સર્વિસ (Auto Sweep Service)ને ઈનેબલ કરવા માટે કહેવાનું છે.
ઓટો સ્વીપ સર્વિસ કેવી રીતે કામ કરે છે
ઓટો સ્વીપ સર્વિસ કેવી રીતે કામ કરે છે અને તેને ઈનેબલ કરાવ્યા બાદ મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો આ સર્વિસ સીધી રીતે એકાઉન્ટ હોલ્ડરને સરપ્લસ ફંડ પર વધુ વ્યાજ મેળવવામાં મદદ કરે છે. સેવિંગ એકાઉન્ટમાં આ સર્વિસ ઈનેબલ કરવાથી, જ્યારે તમારા સેવિંગ અથવા કરન્ટ એકાઉન્ટમાં જમા બેલેન્સ સ્વીપ લિમિટની પાર નીકળી જાય છે ત્યારે ઓટો સ્વીપ એક્ટિવ થઈ જાય છે. ત્યારબાદ સરપ્લસ ફંડ પર એકાઉન્ટ પર લાગુ વ્યાજના બદલે બેન્ક એફડી પર મળતા વ્યાજનો લાભ મળી જાય છે.
ઉદાહરણ તરીકે જો તમે તમારા બેન્ક ખાતામાં ઓટો સ્વીપ સર્વિસ માટે 30,000 રૂપિયાની લિમિટ સેટ કરી છે, પરંતુ તેમાં તમારી ડિપોઝિટ 90,000 રૂપિયા છે. તો પછી સર્વિસ હેઠળ આ લિમિટથી ઉપરની રકમ એટલે કે 60,000 રૂપિયાનું એડિશનલ અમાઉન્ટ FDમાં કન્વર્ટ થઈ જશે, તેના પર તે બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર જેટલું વ્યાજ મળશે, જ્યારે 30,000 રૂપિયાના જમા પૈસા પર સેવિંગ એકાઉન્ટ વાળું વ્યાજ મળતું રહેશે.
આ સર્વિસની ખાસ વાત એ છે કે, એક તરફ તમે સરપ્લસ ફંડ પર ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો એફડીમાં કન્વર્ટ થયેલા સેવિંગ એકાઉન્ટના પૈસા ગમે ત્યારે ઉપાડી શકો છો. વાસ્તવમાં તેના પર એફડીના જેમ જ વ્યાજ તો મળે જ છે પરંતુ તેની જેમ મેચ્યોરિટી પીરિયડ પૂર્ણ થાય ત્યાં સુધી ઉપાડ ન કરી શકવાની કોઈ મર્યાદા નથી હોતી.
આ સર્વિસ ગ્રાહકોને વધુ સેવિંગ કરવા માટે પ્રેરિત કરે છે
બીજો ફાયદો એ પણ થાય છે કે બેન્ક ખાતામાં જ જમા રકમ પર બમ્પર વ્યાજ મળવાથી આ સર્વિસ ગ્રાહકોને વધુ સેવિંગ કરવા માટે પ્રેરિત પણ કરે છે, જેનાથી તેઓ વધુ વ્યાજનો લાભ મેળવી શકે છે. આ સાથે જ તેમાં FDમાં રોકાણની જેમ મેન્યુઅલી સમય પર રકમ નાખવાનું કોઈ ઝંઝટ પણ નથી, કારણ કે એક લિમિટ સેટ કર્યા પછી ઉપરના પૈસા ઓટોમેટિક ફિક્સ્ડ ડિપોઝિટમાં ટ્રાન્સફર થઈ જાય છે.










