![]()
Jamnagar Liquor Raid : જામનગર શહેર અને કાલાવડમાં પોલીસે ગઈકાલે બે સ્થળે ઇંગ્લિશ દારૂ અંગે દરોડા પાડ્યા હતા, અને બે આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.
જામનગરમાં દિગ્વિજયપ્લોટ શેરી નંબર 47 માં રહેતા હરેશ કિશોરભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી 15 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ મકાન માલિક હરેશ ચૌહાણની અટકાયત કરી લીધી છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ફગાસ ગામના પાટિયા પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નીકળેલા દિનેશ હરજીભાઈ રાઠવા નામના શ્રમિક યુવાનને ઝડપી લીધો હતો. તેને દારૂ સપ્લાય કરનારની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ રહી છે.










