![]()
વડોદરા,લગ્નના બીજા દિવસથી જ પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૃ કરનાર પતિ તથા સાસુ, સસરા સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતા માનસીબેન પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ગત ૧૭ મી ફેબુ્રઆરીએ વિનયભાઇ અતુલકુમાર પટેલ (રહે. સોના પાર્ક સોસાયટી, મકરપુરા) સાથે થયા હતા.લગ્નના બીજા દિવસે જ મારા પતિએ મને કહ્યું કે, હું તને પત્ની તરીકે નહીં રાખુ અને આપણે ફ્રેન્ડ તરીકે રહેવાનું છે. આપણી વચ્ચે પતિ – પત્ની જેવો કોઇ સંબંધ નહીં રહે. થોડા સમય પછી પતિ તથા સાસુ, સસરાએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. મારા પતિ ધમકી આપતા હતા કે, તું કોઇને વાત કરીશ તો છૂટાછેડા આપી દઇશ. વાર તહેવારે પણ મારા પતિ મને બહાર લઇ જતા નહતા. તેઓ પોતાના મિત્રો સાથે બહાર ફરવા જતા અને મોડીરાત્રે પરત આવતા હતા. તેઓ મને કહેતા હતા કે, હવે હું તને રાખીશ નહીં. મારા સસરાએ મને કહ્યું કે, મારા દીકરા વિનય સાથે તારૃં જીવન આગળ ચાલશે નહીંં. તું તારી જાતે નિર્ણય લઇ લે. ત્યારબાદ હું બીમાર હોઇ મારા સસરા મને પિયરમાં મૂકી ગયા હતા. ત્યારબાદ તેઓ મને તેડવા આવ્યા નહતા.










