Heatwave in Gujarat: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી થોડા દિવસ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. ત્યારે મંગળવારે (સાતમી એપ્રિલ) કંડલામાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નોંધનીય છે કે,આજે કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, કંડલામાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, ડીસામાં 43.2, વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી, વડોદરામાં 41.6, સુરેન્દ્રનગરમાં 44.0 ડિગ્રી તાપમાન, નલિયામાં 38.2, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 38, રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન, કેશોદમાં 41.8, મહુવામાં 39.6ડિગ્રી તાપમાન નોંધાયું.
8-9 એપ્રિલની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ
10 એપ્રિલની આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે 10 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.