Vadodara Crime : ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થયા બાદ આ ગેંગના વોન્ટેડ સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે.
વડોદરા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં ઘર ફોડ ચોરી તેમજ મિલકત સંબંધી અન્ય ગુનાખોરી આચરજી સીકલીગર ગેંગને સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ગેંગના ફરાર સાગરીતોને પોલીસ શોધી રહી છે ત્યારે ચંદનસિંગ જીવણસિંગ દુધાણી (વુડાના મકાનમાં, બંસલ મોલ પાસે,તરસાલી) નામનો વોન્ટેડ આરોપી તરસાલીના મકાને આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.