India-Pakistan Controversy : પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે, તો બીજીતરફ આતંકવાદીઓને પોષતો પાકિસ્તાન નફ્ફટાઈની હદ વટાવી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. હવે સ્થિતિ એવી છે કે, પાકિસ્તાનના વડાપ્રધાનની લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓએ ભારતને પોકળ ધમકીઓ આપી રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને પણ યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેમને દાવા સાથે કહ્યું છે કે, ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી શકે છે. પાકિસ્તાનમાં હાઈ એલર્ટ છે.