![]()
– મૃતકના ભાઈએ આઇશર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
– યુવાન બે મિત્રને બાઇક લઈને કામ અર્થે મૂકવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : શહેરના વિઠ્ઠાલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં બાઈક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતા ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
કુંભારવાડા મફતનગર ખાતે રહેતા વિજયભાઈ ભીમજીભાઈ ગોહેલના ભાઈ ભાવસિંહ ભીમજીભાઈ ગોહેલ તેના મીત્રો કરણભાઈ પરમાર તથા વિશાલભાઈ જાદવ સાથે ત્રણ સવારીમાં મોટરસાયકલ નંબર જીને ૦૪ ડીએસ ૦૫૮૧ લઇ મિત્રને મુકવા જતા હતા તે વખતે આયસર નં. જીજે ૧૪ એક્સ ૯૧૩૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી માનવીની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાવસિંહનું મોત નીપજ્યું હતી.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિજયભાઈએ આઇશર ચાલક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










