![]()
મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા પડયા સાથે હવે ભારત સાથે ગમે તે ઘડીએ ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતાં તેમ જ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૫માં ભારત ૭ ટકા આર્થિક વૃદ્વિ અને વર્ષ ૨૦૨૭ સુધી ૬.૫ ટકાની વૃદ્વિ મેળવશે એવો અંદાજ બતાવતા ભારતીય શેર બજારોમાં ફંડોએ સપ્તાહની શરૂઆત તેજીએ કરી હતી. ફંડોએ ખાસ ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો તેમ જ પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી કરતાં નિફટીએ આજે ૨૬૦૦૦ની સપાટી પાર કરી બંધ આપ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત શેરોમાં વેચવાલી અટકી આજે ખરીદી થતાં અને સ્થાનિક-લોકલ સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં તેજીનું સેન્ટીમેન્ટ રહ્યું હતું. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૩.૪૦ પોઈન્ટ ઉછળીને ૨૬૦૧૩.૪૫ અને સેન્સેક્સ ૩૮૮.૧૭ પોઈન્ટ વધીને ૮૪૯૫૦.૯૫ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૫૨૫ પોઈન્ટ ઉછળ્યો
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોએ મારૂતી સુઝુકીની આગેવાનીમાં પસંદગીની મોટી ખરીદી કરી હતી. યુ.એસ. સાથે ટ્રેડ ડિલ થવાની અપેક્ષાએ ભારતીય ઓટો ઉદ્યોગ માટે નિકાસ મોરચે રાહતની અપેક્ષાએ ફંડોનું આકર્ષણ રહ્યું હતું. હીરો મોટોકોર્પ રૂ.૨૬૮.૭૦ ઉછળીને રૂ.૫૭૯૯.૧૦, ટીવીએસ મોટર રૂ.૯૧.૬૦ વધીને રૂ.૩૪૭૭.૧૫, આઈશર મોટર્સ રૂ.૧૦૮.૫૫ વધીને રૂ.૬૭૯૯.૯૦, બજાજ ઓટો રૂ.૧૨૦.૦૫ વધીને રૂ.૮૯૫૭.૧૦, મારૂતી સુઝુકી રૂ.૨૦૦.૯૦ વધીને રૂ.૧૫,૮૭૯.૪૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૬૫ વધીને રૂ.૨૩૬૦.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૧.૧૦ વધીને રૂ.૩૭૩૫.૧૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૩.૧૫ વધીને રૂ.૨૩૭૮.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૨૫.૨૧ પોઈન્ટ વધીને ૬૧૨૪૫.૮૪ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૫૦૮ પોઈન્ટ ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ખાનગી બેંક શેરો સાથે પસંદગીના પીએસયુ બેંક શેરોમાં મોટી ખરીદી કરી હતી. યશ બેંક ૬૭ પૈસા વધીને રૂ.૨૩.૧૬, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૦૫ વધીને રૂ.૨૧૦૨.૨૦, ફેડરલ બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૨૩૯, એચડીએફસી બેંક રૂ.૭.૯૫ વધીને રૂ.૯૯૬.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૮૫ વધીને રૂ.૯૭૩.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૭.૭૨ પોઈન્ટ વધીને ૬૬૧૫૬.૮૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. વોલ્ટાસ રૂ.૨૩.૨૦ વધીને રૂ.૧૩૭૪.૨૦, ટાઈટન કંપની રૂ.૪૪.૭૫ વધીને રૂ.૩૮૬૯.૧૫, બ્લુ સ્ટાર રૂ.૧૯.૨૦ વધીને રૂ.૧૭૮૭.૪૫, રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૯.૨૦ પોઈન્ટ વધીને ૬૨૬૨૩.૫૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. અમેરિકા સાથે ટ્રેડ ડિલના સંજોગોમાં ભારતના ફાર્મા ઉદ્યોગ માટે અનિશ્ચિતતાના વાદળો વિખેરાવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ખરીદી રહી હતી. વિમતા લેબ્સ. રૂ.૪૧.૩૦ વધીને રૂ.૭૧૪.૮૫, ન્યુલેન્ડ લેબ રૂ.૭૩૮.૮૦ વધીને રૂ.૧૬,૧૧૩.૨૦, બજાજ હેલ્થકેર રૂ.૨૦.૬૦ વધીને રૂ.૪૮૦.૫૦, દિવીઝ લેબ. રૂ.૧૫૦.૩૫ વધીને રૂ.૬૬૬૦, એફડીસી રૂ.૮.૯૫ વધીને રૂ.૪૪૯.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૫૪.૬૪ પોઈન્ટ વધીને ૪૪૯૦૭.૫૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૨૬ વધ્યો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. સિમેન્સ રૂ.૧૫૧.૬૫ ઉછળીને રૂ.૩૨૩૪.૬૦, જયોતી સીએનસી રૂ.૧૬.૦૫ વધીને રૂ.૯૭૧.૬૦, ટીટાગ્રહ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૮૮૦.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૨૬.૩૦ પોઈન્ટ વધીને ૭૧૨૦૧.૭૧ બંધ રહ્યો હતો.
ફ્રન્ટલાઈન શેરોમાં તેજી
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીમાં ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી ફંડો સાવચેત બનતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૧૧ અને ઘટનારની સંખ્યા ૨૩૦૦ રહી હતી.
DIIની રૂ.૧૪૬૬ કરોડના શેરોની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૪૪૨.૧૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૪૬૫.૮૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.










