– સતત ત્રીજા વર્ષે પંથકમાં શ્રીકાર વર્ષાથી ધરતીપુત્રોને રાહત
– વર્ષ- 2018 માં 60 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો હતો
ભાવનગર : સિહોર પંથકમાં સતત ત્રીજા વર્ષે મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ જોવા મળી છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘો મન મુકીને વરસ્યો હોય તેમ પાછલા ૧૧ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૦૦૦ (૪૦ ઈંચ)થી વધુ મિ.મી. વરસાદ વરસી ચુક્યો છે. હજુ ચોમાસુ ઋતુના અંતિમ ચરણમાં પણ વરસાદ થવાની શક્યતા હોવાથી આ વર્ષનો વરસાદ નવા રેકોર્ડ બનાવશે તેવું લાગી રહ્યું છે.
સિહોરમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાનમાં ૨૦૧૮નું ચોમાસુ નબળું પુરવાર થયું હતું. ત્યારે ચોમાસાની આખી સિઝન દરમિયાન માત્ર ૫૮.૩૨ ટકા જ વરસાદ થયો હતો. ૨૦૨૨થી વરસાદની સ્થિતિ સુધરી છે. તે પહેલાના છ વર્ષમાં માત્ર ૨૦૧૯માં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. ૨૦૨૨માં ૧૦૦ ટકા વરસાદમાં માત્ર ૨૪ મિ.મી. પાણીની જ ઘટી રહી હતી. ત્યારબાદ ૨૦૨૩થી સતત ત્રીજા વર્ષે સિહોર પંથક માટે એક પણ ચોમાસુ નબળું નથી ગયું. દર વર્ષે ૩૫-૪૦ ઈંચથી વધુ જ વરસાદ થયો છે. શ્રીકાર વર્ષાથી પંથકના ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. તેમાં પણ આ વર્ષે ૬ સપ્ટેમ્બરને શનિવારે સવારે ૬ કલાકની સ્થિતિએ ૧૦૦૯ મિ.મી. એટલે કે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસી જતાં એક દાયકાનો હાઈએસ્ટ વરસાદ આ વર્ષે નોંધાયો છે.
સિહોરમાં 2015 થી 25 સુધીમાં વરસેલો વરસાદ
વર્ષ |
મિ.મી. |
ટકા |
૨૦૧૫ |
૫૫૪ |
૮૯.૧૭ |
૨૦૧૬ |
૪૯૯ |
૭૯.૬૨ |
૨૦૧૭ |
૪૭૧ |
૭૪.૮૮ |
૨૦૧૮ |
૩૭૧ |
૫૮.૩૨ |
૨૦૧૯ |
૭૫૪ |
૧૨૧.૩૧ |
૨૦૨૦ |
૫૮૫ |
૯૩.૪૪ |
૨૦૨૧ |
૪૬૦ |
૭૪.૧૫ |
૨૦૨૨ |
૫૯૭ |
૯૬.૧૦ |
૨૦૨૩ |
૮૯૦ |
૧૪૨.૦૭ |
૨૦૨૪ |
૯૯૮ |
૧૫૬.૧૮ |
૨૦૨૫ |
૧૦૦૯ |
૧૫૬.૪૩ |