![]()
Vadodara : વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે નારાજગી દર્શાવી તંત્ર સામે દેખાવો યોજ્યો હતો.
વડોદરા શહેરના વોર્ડ નં.16માં સમાવિષ્ટ દંતેશ્વર વિસ્તારમાં આવેલ ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી નારાજગી દર્શાવી હતી. રહીશોનું કહ્યું છે કે, અમારી સોસાયટીમાં 208 મકાનો છે. અહીં પાણી, ડ્રેનેજ અને રસ્તાની સમસ્યા છે. ખાસ કરીને, સારો રસ્તો અને સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોવાથી રાત્રિના સમયે સોસાયટીના રહીશોને ઓવર-જવર કરવી ખૂબ મુશ્કેલ બને છે, આ અંગે અગાઉ મ્યુ. કોર્પોરેશનને રજૂઆત કરી ચૂક્યા છે, તંત્ર વહેલી તકે અમારી સમસ્યાનો ઉકેલ લાવે, નહીં તો અમારી સોસાયટીમાં નેતાઓના પ્રવેશ ઉપર રોગ લગાવી આગામી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.










