Navkar Mahamantra Divas : અહિંસા અને માનવ કલ્યાણ માટેના નવકાર મહામંત્ર દિવસની આજે વિશ્વભરમાં થયેલી ઉજવણીમાં વડોદરા પણ સામેલ થયું હતું.
9 એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી હોવાથી વિશ્વભરમાં એક સાથે 108 જેટલા દેશોમાં સવારે 8 ના ટકોરે નવકાર મહામંત્રનો ઉદઘોષ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં વડોદરા પણ સામેલ થયું હતું અને નવલખી મેદાન ખાતે તમામ ફિરકાના 15,000 થી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ, સાધુ ભગવંતો તેમજ જૈન શ્રેષ્ઠિઓ ઉપરાંત અન્ય લોકો પણ ઉમળકાભેર જોડાયા હતા. આ કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.
એક સાથે 108 વખત ઓમ નમો અરિહંતાણમ.. ના નવકાર મંત્રના જાપથી વાતાવરણ અત્યંત પવિત્ર થઈ ગયું હતું અને સાધકોએ માનસિક શાંતિ અનુભવી હતી.