gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા; જેલમાં હોવા છતાં બુટલેગરનું નેટવર્ક | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Liquor Smuggling: ગાંધીનગરમાં ડીજીપીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ 2.97 કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા. દારૂના ગોરખધંધા માટે પાસાતળે જેલમાં રહેલા કચ્છના કેરા ગામના બુટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી ટ્રેન મારફતે મુંદરા પોર્ટ ઉપર દારૂ મગાવવાનું નેટવર્ક ગોઠવ્યું છે. જેલમાં હોવા છતાં બૂટલેગરનું નેટવર્ક ચાલતું હતું અને ટ્રેન માર્ગે ત્રણ જ મહિનામાં દારૂના 11 કન્ટેનર પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે ધુસાડી દેવાયાં છે. મુંદરા પોર્ટથી  દેશમાં જ ચીજવસ્તુની હેરાફેરીના બહાને દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કર્યું છે. પોલીસ સત્તાધીશોનું કહેવું છે કે, દેશમાં જ ચીજવસ્તુ લઈ જવાતી હોવાથી ડોમેસ્ટિક કન્ટેનર્સની તપાસ કરવામાં આવતી નથી. મુંદરા પોલીસ મથકે અલગ અલગ બે ફરિયાદમાં છ લોકો સામે ગુનો નોંધાયો છે. કરોડો રૂપિયાનો દારૂ કચ્છમાં જ વેચાતો હતો કે સુરત લઈ જવાતો હતો તે અંગે સ્ટેટ સેલે તપાસ આરંભી છે.

આ પણ વાંચોઃ મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો

માલસામાનના બહાને દારૂની હેરાફેરીનો પર્દાફાશ

મુન્દ્રા પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે ટ્રેલરના ડ્રાઇવર 35 વર્ષીય જોગારામ જાટ અને 23 વર્ષીય ભજનારામ બિસ્નોઇ કન્ટેનરમાં દારૂ ભરી મુન્દ્રા પોર્ટથી મુંદરા તરફ હેરાફેરી કરી રહ્યા છે. બોરાણા સર્કલ પાસેથી ટ્રેલર સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા ડ્રાઇવર જોગારામની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, આ ટ્રેલર તેની માલિકીનું હોવાનું અને પંજાબથી મુંદરા પોર્ટ ખાતે કન્ટેનરમાં દારૂ આવ્યો છે લેવા આવ્યો છે. જયગુરૂદેવસિંહએ વોટ્‌સએપમાં ફોર્મ નંબર 6 મોકલાવ્યું છે. જેના આધારે મુન્દ્રા પોર્ટ પરથી કન્ટેનર મેળવીને ટ્રેલરમાં ભરી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ ખાતે ભજનારામ બિશ્નોઇને આપવાનો હતો. ભજનારામ કન્ટેનર ખાલી કરીને પરત આપતો હતો. 

1.54 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ દારૂની હેરાફેરીમાં તેને રૂપિયા 50 હજાર બાલાજી ટ્રેડીંગ કંપનીવાળા મોકલાતા હોવાનું કબૂલ્યું હતું. ડીજીપી સ્ક્વૉડની ટીમે બંને આરોપીઓને મુન્દ્રા પોર્ટ ખાતે લઈ જઈ કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટીની મંજૂરી સાથે તપાસ કરતાં 1.54 કરોડની કિંમતની વિદેશી દારૂની 11,731 બોટલો મળી હતી. આ તમામ બોટલોના બેચ નંબર હટાવી દેવાયા હતા. આ કન્ટેનરનું બિલ ઓઇલનું હતું પણ અંદર દારૂ ભરેલો હતો. ગાંધીનગર પોલીસની ટીમે મુન્દ્રા પોલીસ મથકે એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હાજર મળી આવેલા. રાજસ્થાનના ડ્રાવવર જોગારામ અને ભજનારામ તેમજ દારૂ મંગાવનાર કેરાનો કુખ્યાત બૂટલેગર અનોપસિંહ રાઠોડ, કાળુ, માલ મોકલનાર લુધીયાણા બાલાજી ટ્રેડીંગ કંપનીના સુખદેવસિંહ અને જયગુરૂદેવસિંહ તેમજ તપાસમાં નીકળે તે સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચોઃ CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી

નોંધનીય છે કે, આ દરમિયાન એસએમસીની બીજી ટીમ દ્વારા બાતમી પરથી મુન્દ્રા પોર્ટના રેલ્વે સ્ટેશન ખાતે આર.એન.ડી.યાર્ડમાંથી અન્ય એક કન્ટેનર પકડી પાડ્યું હતું. જેમાં પણ પંજાબના લુધિયાણાના બાલાજી ટ્રેડીંગ કંપનીના સુખદેવસિંહએ ખોટી બીલ્ટીથી કન્ટેનર મોકલાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ન્ટેનરમાંથી 1.42 કરોડની કિંમતની દારૂની 12600 બોટલો મળતા મુન્દ્રા પોલીસે સુખદેવસિંહ અને દારૂનો જથ્થો મંગાવનારા સામે ફરિયાદ નોંધાવી હતી. એક મહિનાથી પાસાતળે જેલમાં હોવા છતાં દારૂનો નેટવર્ક ચલાવતા બૂટલેગર અનોપસિંહ વિરૂદ્ધ દારૂના અત્યાર સુધી 23 ગુના નોંધાયેલા છે. બૂટલેગર અનોપસિંહે પંજાબથી ટ્રેન રસ્તે ત્રણ જ મહિનામાં દારૂ ભરેલા 11 કન્ટેનર એટલે કે અંદાજે 15 કરોડનો દારૂ મુન્દ્રા પોર્ટના લોકલ ટર્મિનલ ઉપર ઘુસાડીને બીજા રાજ્યમાં સામાનની નિકાસના બહાને ગુજરાતમાં જ દારૂનો ધુસાડ્યાનો ઘટસ્ફોટ થયો છે. આ આખું નેટવર્ક તોડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ દારૂના બંને કેસની તપાસ ખુદ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom...

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten…

CMનો આદેશ છતાં ગુજરાતનાં મંત્રીઓ સોમ-મંગળવારે સચિવાલયમાં હાજર રહેતા નથી | CM Bhupendra Patel’s Atten...

‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

'કોઈક તો અમારું સાંભળો', અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R…

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી | Rishabh who earned a salary of R…

7 months ago
વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ…

વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ…

12 months ago
અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો | Ahm…

અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો | Ahm…

2 months ago
દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત | Tragic Wall Collap…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News