![]()
Technical Glitch Traps Tourists 120 Feet Above Ground at Kerala Sky Dining Restaurant | કેરળના ઈડુક્કી જિલ્લાના શુક્રવારે એક ખાનગી સ્કાય ડાઈનિંગ રેસ્ટોરન્ટમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતાં ક્રેન હવામાં જ ફસાઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં જમવા આવેલા ચાર ટુરિસ્ટ અને સ્ટાફ મેમ્બર દોઢ કલાક સુધી હવામાં ફસાયેલા રહ્યા.
દોઢથી બે કલાક સુધી ફસાયેલા રહ્યા ટુરિસ્ટ
નોંધનીય છે કે જમીનથી 120 ફૂટ ઉપર હવામાં લટકતી આ રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતી છે. જોકે ક્રેનમાં સમસ્યા સર્જાતાં બે બાળકો સહિત ચાર ટુરિસ્ટ અંદર જ ફસાઈ ગયા હતા. રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલા આશરે દોઢ કલાક સુધી સૌ તેમાં જ ફસાયેલા હતા. જે બાદ સૌથી પહેલા બે બાળકો અને તેમની માતાને રેસ્ક્યૂ કરી નીચે ઉતારાયા અને બાદમાં પિતા તથા રેસ્ટોરન્ટની એક સ્ટાફ મેમ્બર મહિલાનું રેસ્ક્યૂ કરાયું. સાંજે આશરે 4.30 વાગ્યાની આસપાસ રેસ્ક્યૂ ઓપરેશન સફળતા સાથે પૂર્ણ થયું.
રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અમને આવી સ્થિતિ માટે પહેલેથી જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેથી ગભરાવવાની કોઈ વાત નહોતી. બીજી તરફ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે રેસ્ટોરન્ટના મેનેજરે અમારી મદદ નહોતી માંગી પરંતુ ઘટનાની જાણ થતાં જ અમે પહોંચ્યા.










