![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વિદેશી વિદ્યાર્થીઓની ફીમાં ધરખમ વધારો કર્યો છે.ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનની સ્કોલરશિપ હેઠળ કે પછી સ્વતંત્ર રીતે પ્રવેશ લેતા વિદ્યાર્થીની વાર્ષિક ફી પહેલા ૩૬૦૦૦ રુપિયા હતી.જે હવે વધારીને ૧.૦૫ લાખ રુપિયા કરવામાં આવી છે.
આ વર્ષે યુનિવર્સિટીમાં ૧૪૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.જેમાંથી મોટાભાગના આફ્રિકાના દેશોના છે.તેના પહેલાના વર્ષમાં એટલે કે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૭૫ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.આમ આ વર્ષે વિદેશી વિદ્યાર્થીની ફીમાંથી યુનિવર્સિટીને લગભગ ૧.૪૦ કરોડ રુપિયાની આવક થશે.
સૂત્રોનું કહેવું છે કે, અન્ય યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી સરેરાશ એક થી દોઢ લાખ રુપિયા ફી લે છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની ફી તેની સરખામણીએ ઘણી ઓછી હતી અને તેના કારણે આ વર્ષથી ફી વધારવાની દરખાસ્તને સત્તાધીશોએ લીલી ઝંડી આપી છે.










