
India and Putin News : રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મહત્વપૂર્ણ ભારત યાત્રાના બરાબર પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના ટોચના રાજદ્વારીઓ દ્વારા એક મુખ્ય અખબારમાં પ્રકાશિત કરાયેલા સંયુક્ત લેખને કારણે એક કૂટનીતિક વિવાદ સર્જાયો છે. આ લેખમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવતા નવી દિલ્હીએ આ પગલાને “અસ્વીકાર્ય અને અસામાન્ય” ગણાવીને સખત નારાજગી વ્યક્ત કરી છે.
ભારતે પગલાને ‘અસામાન્ય’ ગણાવ્યું
ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ ખૂબ જ અસામાન્ય છે. ત્રીજા દેશો સાથેના સંબંધો પર જાહેરમાં સલાહ આપવી એ સ્વીકાર્ય કૂટનીતિક પ્રથા નથી.










