gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો, CCTVમાં ઘટના કેદ | ahmedabad woman attacked…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Viral video Al Habib Residency attack : અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અલ હબીબ રેસિડેન્સીમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં જૂની અદાવતના પગલે દુકાનમાં બેઠેલી એક મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર યુવાનો મહિલાને ચપ્પુના ઘા મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલની અલ હબીબ રેસીડેન્સીમાં આવેલી દુકાનમાં એક મહિલા હાજર હતી. આ દરમિયાન, મઝહર કુરેશી અને તેની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સે ચપ્પુ સાથે દુકાનમાં ઘૂસી આવીને મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહિલાને ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જણાવ્યું છે કે, આ હુમલો જૂની અદાવતને કારણે કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ગંભીર હુમલા અંગે નારોલ પોલીસે આરોપીઓ મઝહર કુરેશી અને અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ કેસ નોંધીને ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના શરૂ કરી છે.

પીડિત મહિલાની દીકરી સૈયદા સિયાના બાનોએ હુમલાની ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમની મમ્મી પર મઝર કુરેશી અને તેની સાથેના એક ઊંચા, જાડા, અને થોડાક મોટા એવા બીજા છોકરાએ નારોલમાં અલ હબીબ રેસિડેન્સી ખાતે આવેલી તેમની દુકાનની બરાબર બહાર, આશરે સવારે 10 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો. બંને છોકરાઓ આવ્યા અને તેમની માતાને ઘણી બધી છરીઓ મારી દીધી. 

પીડિતાની દીકરીના જણાવ્યા મુજબ, હુમલાની આ સમગ્ર ઘટના તેમની દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં પૂરેપૂરી કેદ થઈ છે. હુમલાના કારણે તેમની માતાને પેટમાં ત્રણ-ચાર સહિત કુલ આઠથી નવ ઘાવ આવ્યા છે અને હાથમાં પણ ઘાવ છે. તેમની માતાની હાલત અત્યારે ગંભીર છે અને તે ઓપરેશન થિયેટરમાં છે. ડોક્ટરે તેમને જણાવ્યું છે કે હુમલામાં તેમની કિડની પણ ઈજાગ્રસ્ત થઈ છે અને ચાકુ આંતરડાં સુધી ઘૂસી ગયું હતું, જેને કારણે આ આંતરડાં હવે કોઈ કામના રહ્યા નથી.

હુમલાની પાછળનું કારણ જણાવતાં સૈયદા સિયાના બાનોએ કહ્યું કે પહેલાથી જ થોડી ઘણી માથાકૂટ ચાલી રહી હતી. મુખ્ય વિવાદ એ હતો કે હુમલાખોરોએ તેમનું ઘર કબજે કરી લીધું હતું, અને આ જ મામલે તેમની વચ્ચે લડાઈ ચાલી રહી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું કે તેમની માતા તો ક્યારેય બોલવા પણ નહોતી જતી, પરંતુ હુમલાખોરોનું કામ જ લોકોના ઘર પર કબજો કરવો, મારપીટ કરવી, અને ગાય કાપવા જેવા ગેરકાયદેસર કામો કરવાનું છે. આ મામલે જ તેમણે તેમની માતાને નિશાન બનાવી હતી. પીડિતની દીકરીએ ભારપૂર્વક ઇન્સાફની માંગણી કરી છે, અને કહ્યું છે કે તે બંને હુમલાખોરોને ફાંસીની સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની માતા તેમના ઘરનો મજબૂત પિલ્લર છે, અને તેમના સિવાય તેમનો કોઈ આધાર નથી. જો તેમને કંઈક થઈ જશે તો તેમનો પરિવાર વેર-વિખેર થઈ જશે. તેમણે વિનંતી કરી કે તે બંનેને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો
GUJARAT

3 શખ્સે યુવાન પર ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો

May 10, 2026
અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…
GUJARAT

અધેવાડામાં દેશી દારૃના હાટડા પર પોલીસ ત્રાટકી, મહિલા ફરાર | Police raid country liquor shop in Adhew…

May 10, 2026
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…
GUJARAT

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

May 10, 2026
Next Post
AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw…

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw...

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh…

દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 12 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ | Chhattisgarh...

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો | De…

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો | De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું | La Nina effect: Temperatures dr…

6 months ago
ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

ચિત્રકાર ડો. રમેશ તડવીનું ચિત્ર પ્રદર્શન યોજાયુ

1 year ago
આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

9 months ago
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News