– અમદાવાદ અને વડોદરા ખાતે લેવાનાર
– આગામી 13 એપ્રિલના રોજ રાત્રે અમદાવાદ અને વડોદરા જવા માટે બસ દોડાવવાનું આયોજન
ભાવનગર : અમદાવાદ અને વડોદરા ખાતે લેવાનાર પી.એસ.આઈ.ની પરીક્ષા અન્વયે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, આગામી રવિવાર તા.૧૩.૦૪.૨૫ ના રોજ અમદાવાદ અને વડોદરા ખાતે પી.એસ.આઈ. સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે ભાવનગરથી અમદાવાદ જવા ૦.૪૫ કલાકે અને વડોદરા જવા રાત્રે૧ કલાકે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા તમામ ઉમેદવારોને અનુરોધ કરાયો છે. જરૂર જણાયે બીજી બસો પણ એક્સ્ટ્રા મૂકવામાં આવશે.