
– તમામ સુધી એપ પહોંચે તે માટે ઇન્સ્ટોલ કરવા આદેશ આપ્યો હતો : કેન્દ્ર
– એપનો ઉદ્દેશ્ય ખોવાયેલા-ચોરાયેલા મોબાઇલને ટ્રેક કે બ્લોક કરવાનો હતો જેથી દુરુપયોગ અટકાવી શકાય : કેન્દ્ર
– એપ દ્વારા સરકાર જાસૂસી કરાવવા માગતી હોવાના વિપક્ષના આરોપો બાદ અંતે ફરજિયાતનો આદેશ પડતો મુકાયો
નવી દિલ્હી : સરકારે સાયબર સિક્યોરિટી એપ્લિકેશન ફરજિયાત ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આદેશ આપ્યો હતો. જોકે આ મુદ્દે ભારે વિવાદ થયો હતો અને કેટલીક કંપનીઓએ આ આદેશનું પાલન કરવાની ના પાડી દીધી હતી. જેને પગલે અંતે સરકારે પોતાનો આ વિવાદિત આદેશ પરત લેવો પડયો હતો.










