![]()
મોબાઈલનો
દુરુપયોગ કરતા
અભયમે
તરૃણીનું કાઉન્સેલિંગ કરતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર શહેરમાં મોબાઈલનો દુરુપયોગ કરતા માતા-પિતાએ તરૃણીને
ઠપકો આપતા ઘર છોડી જતી રહી હતી. અભયમે તરૃણીનું કાઉન્સેલિંગ કરતા માતા-પિતા સાથે સમાધાન
કરાવી પરિવારનું પુનઃમિલન કરાવ્યું છે.
સુરેન્દ્રનગર
શહેરી વિસ્તારમાં રહેતી તરુણી મોબાઈલ ફોનનો દુરુપયોગ કરી રહી હોવાની જાણ થતા માતા-પિતાએ
ઠપકો આપી ફોન લઈ લીધો હતો,
જે બાબતથી નારાજ થઈને તરુણી ઘરેથી ચાલી ગઈ હતી. તરુણી મળી આવતા માતા-પિતાએ
૧૮૧ પર મદદ માંગી હતી.
કાઉન્સેલર
રિંકલ મેત્રા સહિતની ટીમે તરુણી અને તેના માતા-પિતાનું વિગતવાર કાઉન્સેલિંગ
કર્યું. ટીમે તરુણીને કાયદાકીય પાસાઓ અને ભવિષ્ય વિશે સમજણ આપી. કાઉન્સેલિંગના
અંતે તરુણીને પોતાની ભૂલ સમજાતા તેણે ભવિષ્યમાં મોબાઈલ ફોનનો દુરુપયોગ નહીં કરવાની
ખાતરી આપી અને માતા-પિતા સાથે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ૧૮૧ ટીમે તરુણીને
રાજીખુશીથી માતા-પિતાને પરત સોંપી,
જેનાથી માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.










