![]()
Plane Crash 2025: મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સોમવારે (8 ડિસેમ્બર) સાંજે એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં એક ટ્રેઈની વિમાન ઉડાન દરમિયાન હાઇ-વોલ્ટેજ લાઇન સાથે અથડાયું હતું. દુર્ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનામાં ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાયલટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
ટ્રેઈની વિમાન હાઇ-વોલ્ટેજ લાઇન સાથે ટકરાયું
રેડ બર્ડ એવિએશન કંપનીનું એક ટ્રેઈની વિમાન સાંજે લગભગ 6:30 વાગ્યે કુરઇ બ્લોકના સુકતરા વિસ્તારમાં 33 kV પાવર લાઇન સાથે ટકરાયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન અચાનક નીચે આવવા લાગ્યું, એટલામાં હાઇ-વોલ્ટેજ લાઇન સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોટું નુકસાન થયું ન હતું.
આ પણ વાંચો: પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, વિમાન ટ્રેનિંગ દરમિયાન પાયલટે અચાનક નિયંત્રણ ગૂમાવ્યું હતું. જેવું વિમાન તાર સાથે ટકરાયું, એટલામાં તિખારા થયા હતા. આ દરમિયાન તાત્કાલિક સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચીને પાયલટને બચાવી લેવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ શું કહ્યું?
સ્થાનિકોએ કહ્યું કે, ‘જો વિમાન વધુ સમય માટે તાર પર ફસાયેલું રહ્યું હોત તો પરિણામ બહુ મોટું થાત. ગ્રામજનોએ આ ઘટનાને માનવીય બેદરકારી ગણાવી છે. વારંવાર થઈ રહેલી ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે.’ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્રને એયર સ્ટ્રિપ અને ટ્રેનિંગ કંપનીઓ પર ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે, જો સુરક્ષા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે છે.










