![]()
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કરને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા છે. જેના એક સાથીદારને પોલીસ શોધી રહી છે.
જામનગર શહેરમાંથી તાજેતરમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે વાહન ટોળકીને શોધવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું, અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે દરમિયાન ગુલાબ નગર વિસ્તારમાં રહેતો રેહાન બોદુભાઈ કુરેશી નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેરમાંથી ત્રણ મોટરસાયકલ ચોરી કર્યા હોવાનું કબૂલી લીધું હતું અને ત્રણેય ચોરાઉ બાઈક પોલીસને સોંપી દીધા હતા.
આ ચોરી દરમિયાન તેની સાથે ગુલાબ નગર વિસ્તારમાં જ રહેતો અનવર ઉર્ફે ચકેડી ઈસ્માઈલભાઈ સિપાઈ સંડોવાયેલો હોવાથી અને હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.










