gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 85213 | Sensex falls 54 points to 85213 at the end of vo…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 85213 | Sensex falls 54 points to 85213 at the end of vo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મેક્સિકો દ્વારા ભારત પર ૫૦ ટકા ટેરિફથી ભારતની નિકાસોને ફટકો પડવાના અંદાજ અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોઈ આયાત મોંઘી બનવાના નેગેટીવ પરિબળો વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે નરમાઈ રહી હતી. ફંડોની ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોમાં વેચવાલી સામે કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં પસંદગીની તેજી રહી હતી. અલબત ડોલરનું વૈશ્વિક ચલણો સામે ધોવાણને લઈ આજે મોટી ખાનાખરાબી અટકી હતી. સેન્સેક્સ આરંભિક ટ્રેડિંગ કલાકોમાં ૪૨૭.૨૪ પોઈન્ટ તૂટીને નીચામાં ૮૪૮૪૦.૩૨ સુધી ખાબક્યો હતો. જે ઘટયામથાળેથી રિકવર થઈ ૮૫૨૭૮.૬૩ સુધી આવી અંતે ૫૪.૩૦ પોઈન્ટ ઘટીને ૮૫૨૧૩.૩૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૫૯૦૪.૭૫ સુધી ખાબકી રિકવર થઈ ઉપરમાં ૨૬૦૪૭.૧૫ સુધી જઈ અંતે ૧૯.૬૫ પોઈન્ટ ઘટીને ૨૬૦૨૭.૩૦ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું.

ઓટો ઈન્ડેક્સ ૫૩૮ પોઈન્ટ ગબડયો : મહિન્દ્રા રૂ.૭૧ તૂટી રૂ.૩૬૦૭ : હ્યુન્ડાઈ, આઈશર, બજાજ ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાછળ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૧.૩૫ ઘટીને રૂ.૩૬૦૭.૫૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૪૫.૦૫ ઘટીને રૂ.૨૨૯૬.૯૫, આઈશર મોટર્સ રૂ.૯૯.૪૫ ઘટીને રૂ.૭૧૨૭, બજાજ ઓટો રૂ.૯૮.૯૫ ઘટીને રૂ.૮૯૧૫.૩૦, મારૂતી સુઝુકી રૂ.૧૪૬.૬૫ ઘટીને રૂ.૧૬,૩૭૪.૨૫, બોશ રૂ.૩૧૫.૫૫ ઘટીને રૂ.૨૬,૩૮૫.૨૫, અપોલો ટાયર રૂ.૪.૩૫ ઘટીને રૂ.૫૦૬.૪૦ રહ્યા હતા.  બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૩૭.૫૨ પોઈન્ટ ગબડીને ૬૧૩૦૯.૧૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડો હળવા થયા : ઓર્ચિડ ફાર્મા રૂ.૨૭ તૂટી રૂ.૮૨૨ : એમ્ક્યોર, શિલ્પામેડી ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. ઓર્ચિડ ફાર્મા રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૮૨૨.૮૫, એમ્ક્યોર રૂ.૪૩.૬૦ ઘટીને રૂ.૧૩૯૬, સુપ્રિયા રૂ.૨૦.૪૦ ઘટીને રૂ.૭૨૩.૩૦, શિલ્પા મેડી રૂ.૮.૨૦ ઘટીને રૂ.૩૨૩, પેનેશિયા બાયો રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૫૬, ઈપ્કા લેબ. રૂ.૨૬.૬૦ ઘટીને રૂ.૧૪૪૦.૫૫, મેન્કાઈન્ડ રૂ.૩૬.૬૫ ઘટીને રૂ.૨૧૪૨.૯૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૧.૨૫ પોઈન્ટ ઘટીને ૪૩૯૭૪.૬૭ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : અંબર એન્ટર રૂ.૧૭૮, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૫૪ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૭૮.૪૫ વધીને રૂ.૬૮૦૨.૪૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૫૪.૪૦ વધીને રૂ.૧૩,૭૩૬.૯૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૭૦ વધીને રૂ.૯૪૦.૨૫, વોલ્ટાસ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૧૩૯૦, એશીયન પેઈન્ટ રૂ.૧૪.૭૫ વધીને રૂ.૨૭૮૦.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૭૪.૭૮ પોઈન્ટ વધીને ૬૦૨૦૮.૭૮ બંધ રહ્યો હતો. 

આઈટી શેરોમાં મજબૂતી : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૩ વધી રૂ.૪૭૬ : એક્સપ્લિઓ, માઈન્ડટેક વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓને અમેરિકી ડોલરની તાજેતરની મજબૂતીનો ફાયદો થવાની અપેક્ષા અને આઈટી  આઉટસોર્સિંગ બિઝનેસમાં વૃદ્વિની તકોને લઈ આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૪૭૬.૪૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૪૮.૫૫ વધીને રૂ.૧૦૬૯, માઈન્ડટેક રૂ.૯.૨૦ વધીને રૂ.૨૦૬.૭૦, નેટવેબ રૂ.૧૨૮.૭૦ વધીને રૂ.૩૩૩૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૬.૪૫ વધીને રૂ.૪૨૨.૨૫, તાન્લા રૂ.૭.૨૦ વધીને રૂ.૫૬૨.૨૫, પ્રોટીઅન રૂ.૮.૩૦ વધીને રૂ.૭૮૧ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં આકર્ષણ : ગોદાવરી બાયો, ક્યુપિડ, લોટ્સ ચોક્લેટ, એડીએફ, બ્રિટાનીયા વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. ગોદાવરી બાયો રૂ.૧૨.૬૫ વધીને રૂ.૨૬૫.૪૦, ક્યુપિડ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૪૦૯.૩૫, લોટ્સ ચોક્લેટ રૂ.૨૪.૮૫ વધીને રૂ.૮૬૪.૮૫, એડીએફ ફૂડ્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૨૧૫.૭૦, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૨.૨૦ વધીને રૂ.૬૦૩૭.૫૦, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૮૦ વધીને રૂ.૩૨૧.૨૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૦.૯૫ વધીને રૂ.૨૨૯૨ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૩.૦૫ પોઈન્ટ વધીને ૨૦૧૩૫.૧૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ : પ્રાજ રૂ.૩૧ વધી રૂ.૩૩૫ : એઆઈએ એન્જિ., કેઈઆઈ, ટીમકેન વધ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧.૨૫ વધીને રૂ.૩૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૩૨.૫૦ વધીને રૂ.૩૮૮૨, કેઈઆઈ રૂ.૯૯.૧૫ વધીને રૂ.૪૧૬૬.૨૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૮ વધીને રૂ.૭૫૮, ટીમકેન રૂ.૫૭.૯૫ વધીને રૂ.૩૧૦૯.૬૦, ટીટાગ્રહ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૭૮૯.૫૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૨૫.૯૫, પોલીકેબ રૂ.૫૮.૭૦ વધીને રૂ.૭૩૩૩.૭૫, થર્મેક્સ રૂ.૨૩.૩૦ વધીને રૂ.૨૮૯૧.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૭.૪૨ પોઈન્ટ ઘટીને ૬૬૯૫૯.૨૭ બંધ રહ્યો હતો.

ફંડો સક્રિય બનતા સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીનો  સળવળાટ શરૂ : ૨૨૩૮ શેરો પોઝિટીવ બંધ

ફંડો, ખેલંદાઓ વર્ષાંત નજીક આવી રહ્યો હોઈ સ્મોલ, મિડ કેપ શેરોમાં નેટ એસેટ વેલ્યુની ગેમ માટે સક્રિય બન્યાની ચર્ચા વચ્ચે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો સળવળાટ શરૂ થતો જોવાયો હતો. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૬૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૩૮ અને ઘટનારની સંખ્યા ૨૦૩૩ રહી હતી.

શક્તિ પમ્પ રૂ.૧૦૨ ઉછળી રૂ.૭૫૧ : રીફેક્સ, આયોન એક્સચેન્જ, પાવર મેક, રેઈન, ઉષા માર્ટિનમાં તેજી

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં રીફેક્સ રૂ.૪૫.૪૦ ઉછળીને રૂ.૨૯૯.૭૫, શક્તિ પમ્પ રૂ.૧૦૧.૬૦ ઉછળીને રૂ.૭૫૧.૩૦, જયબાલાજી રૂ.૬.૩૩ વધીને રૂ.૬૬.૮૬, આયોન એક્સચેન્જ રૂ.૩૧.૫૦ વધીને રૂ.૩૮૨.૬૫, રેઈન રૂ.૭.૦૫ વધીને રૂ.૧૧૪, પાવર મેક રૂ.૧૩૦.૬૦ વધીને રૂ.૨૩૬૮.૮૫, આરતી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૩૭૬.૫૦, ઉષા માર્ટિન રૂ.૨૦.૮૦ વધીને રૂ.૪૬૧.૨૫ રહ્યા હતા.

FPIs/FIIની રૂ.૧૪૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૭૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૧૪૬૮.૩૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૬૦૯.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૦૭૮  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૭૯૨.૨૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૧,૭૪૯.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૯૫૬.૯૩ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૪ હજાર કરોડ વધીને રૂ.૪૭૧.૦૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી વોલેટીલિટીના અંતે નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી થતાં શેરોના ભાવો ઉંચકાતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૭૪ હજાર  કરોડ વધીને રૂ.૪૭૧.૦૩ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die...

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe…

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe...

નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath…

નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…

સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…

1 month ago
બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

2 months ago
ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

1 month ago
એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા | X admits mistake over porn…

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા | X admits mistake over porn…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News