![]()
– ઇલેક્શન બોન્ડ પછી પણ ઔદ્યોગિક ગૃહોની સખાવત ભાજપને 82 ટકા, અન્ય પક્ષોને 18 ટકા !
– 2024-25માં ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસને માત્ર રૂ. ૨૯૯ કરોડ અને બાકીના બધા પક્ષોને કુલ રૂ. 400 કરોડનું દાન આપ્યું
– પ્રુડેન્ટ ચૂંટણી ટ્રસ્ટનું રાજકીય પક્ષોને કુલ રૂ. ૨૬૬૮ કરોડમાંથી ભાજપને રૂ. ૨,૧૮૦ કરોડનું દાન
– ૨૦૨૩-૨૪માં ભાજપને મળેલા કુલ રૂ. ૩,૯૭૬.૧૪ કરોડમાંથી રૂ. ૧,૬૮૫.૬૨ કરોડ ચૂંટણી બોન્ડ મારફત આવ્યા
– એપસ્ટિનની જાહેર કરાયેલી તસવીરોમાં ભારતના કોઈ નેતા કે ઉદ્યોગપતિની તસવીર નહીં
– અમેરિકન ન્યાય વિભાગ કશુંક છુપાવી રહ્યો હોવાનો હાઉસ ઓવરસાઈટ કમિટિના ડેમોક્રેટ્સનો આક્ષેપ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધા હતી. જોકે, રાજકીય પક્ષોને દાન મળવાનો સિલસિલો યથાવત્ છે. ચૂંટણી બોન્ડ રદ થયા પછીના એક નાણાકીય વર્ષમાં નવ ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ રૂ. ૩૮૧૧ કરોડનું દાન આપ્યું હતું, જેમાં સૌથી વધુ દાન એકલા ભાજપને રૂ. ૩૧૧૨ કરોડ મળ્યું હતું, જે કુલ દાનના ૮૨ ટકા જેટલું છે. ભાજપ પછી ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસને માત્ર રૂ. ૨૯૯ કરોડનું દાન આપ્યું, જે માત્ર આઠ ટકા છે તથા બાકીના પક્ષોને કુલ રૂ. ૪૦૦ કરોડનું દાન મળ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચમાં ૧૯ ચૂંટણી ટ્રસ્ટોએ નોંધણી કરાવેલી છે, જેમાંથી ૧૩ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતો ચૂંટણી પંચને આપી છે. આ ટ્રસ્ટોમાંથી નવ ટ્રસ્ટોએ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકીય પક્ષોને કુલ રૂ. ૩,૮૧૧ કરોડનું દાન આપ્યું હોવાનું જણાવ્યું છે, જે વર્ષ ૨૦૨૩-૨૪માં અપાયેલા રૂ. ૧,૨૧૮ કરોડની સરખામણીમાં ૨૦૦ ટકાનો વધારો દર્શાવે છે. રિપોર્ટ મુજબ જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારત એમ ચાર ટ્રસ્ટોએ વર્ષ ૨૦૨૪-૨૫માં કોઈપણ રાજકીય પક્ષને દાન આપ્યું નથી.
બીજીબાજુ પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને સૌથી વધુ દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૨,૬૬૮ કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું છે, જેમાંથી ૮૨ ટકા એટલે કે રૂ. ૨,૧૮૦.૦૭ કરોડનું દાન ભાજપને આપ્યું છે. આ ટ્રસ્ટને જિંદલ સ્ટિલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ભારતી એરટેલ, ઔરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ જેવી મોટી કંપનીઓ પાસેથી ભંડોળ મળ્યું હતુું. બીજીબાજુ ટ્રસ્ટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પક્ષોને પણ દાન આપ્યું હતું.
આ સિવાય પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૯૧૭ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી કુલ રૂ. ૯૧૪.૯૭ કરોડનું દાન ટ્રસ્ટે રાજકીય પક્ષોને કર્યું હતું અને તેમાંથી ૮૦.૮૨ ટકા દાન ભાજપને મળ્યું. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ટાટા જૂથની કંપનીઓ છે, જેમાં ટાટા સન્સ, ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ), ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા પાવરનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં ભાજપને કુલ રૂ. ૩,૯૭૬.૧૪ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી રૂ. ૧,૬૮૫.૬૨ કરોડ અંદાજે ૪૩ ટકા ચૂંટણી બોન્ડ મારફત મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૪માં ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને ખતમ કરી દીધી હતી.
હવે કંપનીઓ અને વ્યક્તિઓ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, યુપીઆઈ અને બેંક ટ્રાન્સફર મારફત રાજકીય પક્ષોને દાન આપી શકે છે, જેની માહિતી પક્ષોએ ચૂંટણી પંચને આપવી ફરજિયાત છે.
અન્ય ચૂંટણી ટ્રસ્ટોને મળેલા ભંડોળ અને પક્ષોને અપાયેલા દાન પર નજર કરીએ તો જનપ્રગતિ ઈલેક્ટોરલ ટ્રસ્ટને માત્ર કેઈસી ઈન્ટરનેશનલ લિ. તરફથી રૂ. ૧.૦૨ કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી ૧ કરોડ રૂપિયા શિવસેના (યુબીટી)ને અપાયા હતા. હાર્મની ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. ૩૫.૬૫ કરોડનું દાન મળ્યું, જેમાંથી રૂ. ૩૦.૧૫ કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ભારત ફોર્જ, સારલોહા એડવાન્સ્ડ મટીરિયલ્સ અને કલ્યાણી સ્ટીલનો સમાવેશ થાય છે.
વધુમાં જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને ફોરએવર બિઝનેસ સોલ્યુશન્સે રૂ. ૧૯ લાખનું દાન આપ્યું, જે ભાજપ અને કોંગ્રેસને સમાન રીતે અપાયું. ન્યૂ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટને મહિન્દ્રા જૂથની કંપનીઓએ રૂ. ૧૬૦ કરોડ આપ્યા, જેમાંથી ૧૫૦ કરોડ તો એકલા ભાજપને જ અપાયા. ટ્રાયમ્ફ ઈન્ટરનેશનલ ટ્રસ્ટને રૂ.૨૫ કરોડ મળ્યા, જેમાંથી ૨૧ કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટની સૌથી મોટી દાતા સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ હતી.
|
૧૩ ટ્રસ્ટોનું વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકીય |
||||
|
ચૂંટણી |
કુલ |
ભાજપ |
કોંગ્રેસ |
અન્ય |
|
પ્રુડન્ટ |
૨૬૬૮.૪૬ |
૨,૧૮૦.૭૧ |
૨૧.૬૩ |
૪૬૬.૧૨ |
|
પ્રોગ્રેસિવ |
૯૧૪.૯૭ |
૭૫૭.૬૨ |
૭૭.૩૪ |
૮૦.૦૧ |
|
ન્યૂ |
૧૬૦ |
૧૫૦ |
૫ |
૫ |
|
હાર્મની |
૩૫.૬૫ |
૩૦.૧૫ |
૦ |
૫.૫ |
|
ટ્રાયમ્ફ |
૨૫ |
૨૧ |
૦ |
૪ |
|
સમાજ |
૬ |
૩ |
૦ |
૩ |
|
જનપ્રગતિ |
૧.૦૨ |
૦ |
૦ |
૧.૦૨ |
|
જનકલ્યાણ |
૧૯ |
૯.૫૦ |
૯.૫૦ |
૦ |
|
એન્ઝિગરેટિંગ |
૭.૭૫ લાખ |
૭.૭૫ લાખ |
૦ |
૦ |
|
કુલ |
૩,૮૧૧.૩૭ |
૩,૧૧૨.૫૦ |
૨૯૮.૭૭ |
૫૬૪.૬૫ |
|
નોંધ |
||||










