(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
ખેડૂતોની વિવિધ
માંગોને લઇને ચાર મહિનાથી ભૂખ હડતાળ કરી રહેલા જગજિત સિંહ ડલ્લેવાલે આજે પોતાના
ઉપવાસ સમાપ્ત કર્યા હતાં. સુપ્રીમ કોર્ટે તેમની પ્રશંસા કરતા જણાવ્યું છે કે તે
કોેઇ પણ રાજકીય એજન્ડા ધરાવતા નથી અને તે
એક સાચા નેતા છે.
પંજાબના એડવોકેટ જનરલ (એજી)એ ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને
ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠને જણાવ્યું હતું કે ખનૌરી અને શંભુ
સરહદે દેખાવો કરી ખેડૂતોને હટાવી દેવા આવ્યા છે અને તમાં બ્લોક કરેલા માર્ગો અને
હાઇવે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ડલ્લેવાલ સાચા ખેડૂત નેતા છે
જેમણે કોઇ પણ રાજકીય એજન્ડા વગર ખેડૂત સમુદાયના વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવ્યા છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કેટલાક
લોકોને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં રસ નથી. અમે નિષ્કિય બેસી રહ્યાં નથી. અમે દરેક
વસ્તુ જાણીએ છીએ.
ખંડપીઠે પંજાબ અને હરિયાણા સરકારને વાસ્તવિક સ્થિતિ અંગે
સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. સિંહે જણાવ્યું હતું કે હરિયાણાએ પણ હાઇવે
પરના તમામ બેરિકેડ દૂર કર્યા છે જેના કારણે હવે વાહનો સરળતાથી પસાર થઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૪માં દેખાવો કરી રહેલા ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે
સુપ્રીમ કોર્ટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.
સંબધિત ઘટનાક્રમમાં ખેડૂત નેતાઓ સરવન સિંહ પંઢેર, અભિમન્યુ કોહર અને
કાકા સિંહ કોત્રાને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. સેન્ટ્રલ ડેલિગેશનની બેઠક
પછી તેમની અટકાયત કરવામાં આવી હતી.