![]()
– પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો
– વિરોજામાંથી પણ જુગાર રમતા 2 શખ્સો 2 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : ખેડા ટાઉન પોલીસે સોમવારની સાંજે રઢુ વારસંગ રોડ ઉપર સવામણિયા મંદિર પાછળ અને રઢુ વાત્રક નદીના પટમાં ખુલ્લામાં જુગાર રમતા ૯ શખ્સોને જુગારનું સાહિત્ય, રોકડ સહિતનો કુલ રૂપિયા રૂ.૩,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા ટાઉન પોલીસ સોમવારની સાંજે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રઢુ વારસંગ રોડ મંદિર પાછળ ખુલ્લામાં કેટલાક લોકો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાદ પોલીસે બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરતા શંભુભાઈ જયરામભાઈ ચુવાળીયા કોળી, વિઠ્ઠલભાઈ જીવાભાઈ ઠાકોર, ભુપતભાઈ ઉર્ફે ભોપાલી ધરમશીભાઇ કોળી પટેલ, રમઝાન બફાતી દિવાન, બાબુભાઈ ખોડાભાઈ પગી તેમજ બળદેવભાઈ ઉર્ફે મફાભાઈ ગોવીદભાઈ ઠાકોરને જુગારનું સાહિત્ય, મોબાઇલ, દાવ ઉપર લગાવેલી રોકડ રૂ.૧,૪૯૦ મળી કુલ રૂ.૨,૪૯૦ કબજે કર્યો હતો.
તેમજ બાતમી આધારે રઢુ ગામે વાત્રક નદીના પટમાં જુગાર રમતા બિસ્મિલ્લાહમીયા અલીમીયા મલેક, મેલાભાઇ સોમાભાઇ ગોહેલ તેમજ અજીતહુસેન મેહમુદમીયા મલેકને રૂપિયા ૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે લીંબાસી પોલીસે સોમવારે રાત્રે મળેલ બાતમી આધારે વિરોજા ગામે જુગાર રમતા ગોવિંદભાઈ ભઈલાલભાઈ મકવાણા અને બુધાભાઈ મફતભાઈ ગોહિલને જુગારનું સાહિત્ય, રોકડ રકમ રૂ.૨,૪૧૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.










