Kerala Madrasa Teacher Sentenced 187 Years Jail: કેરળમાં કન્નૂરની પોક્સો કોર્ટે એક મદરેસાના શિક્ષકને 187 વર્ષની કેદની સજા સંભળાવી છે. મદરેસામાં અભ્યાસ કરાવનાર મૌલવી પર 13 વર્ષની સગીરાના જાતીય શોષણનો આરોપ છે. કોરોના મહામારીના લોકડાઉન સમયે 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ પહેલા 2018 માં પણ મોહમ્મદ રફી પર બળાત્કારના આરોપ લાગ્યા હતા. તે કેસમાં મૌલવી અગાઉથી જ સજા ભોગવી રહ્યો છે.
3 વર્ષની સગીરાનું મદરેસાના મૌલવીએ કર્યું જાતીય શોષણ
મીડિયા રિપોર્ટ મુજબ વકીલે કહ્યું કે, 13 વર્ષની સગીરા મદરેસામાં અભ્યાસ માટે જતી હતી. જો કે, થોડાક દિવસોમાં તેનું વર્તન બદલાવા લાગ્યું હતું. તેથી તેના માતા-પિતાને ચિંતા થવા લાગી. સગીરા અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતી નહોતી. માતા-પિતા તેને લઈને કાઉન્સેલર પાસે પહોંચ્યા તો સગીરાએ હકીકત જણાવી હતી.
વારંવાર ગૂનો કરવા બદલ પોક્સો કાયદા હેઠળ 187 વર્ષની સજા
સગીરાએ કહ્યું કે, ‘મદરેસાના મૌલવી મારું જાતીય શોષણ કરતા હતા.’ મૌલવીએ વારંવાર ગૂનો કર્યો હોવાના કારણે પોક્સો કોર્ટે આરોપીને આટલી લાંબી સજા ફટકારી દીધી. પોક્સો કાયદાની કલમ 5(T) હેઠળ તેને રૂ. 5 લાખનો દંડ અને 5 વર્ષની સજા સંભળાવાઈ છે. આ સિવાય કલમ 5(F) હેઠળ વિશ્વાસ તોડવાના ગુનામાં 35 વર્ષની જેલ અને રૂ. 1 લાખના દંડની સજા સંભળાવાઈ છે. વારંવાર જાતીય હુમલો કરવા માટે 35 વર્ષની કેદની સજા સંભળાવાઈ છે.
આ પણ વાંચો: ‘બંદૂકની અણીએ ભારત વ્યાપાર નથી કરતું…’ અમેરિકા સાથેની ટ્રેડ ટૉક અંગે પિયુષ ગોયલનું નિવેદન
મહત્તમ 50 વર્ષ જેલમાં પસાર કરવા પડી શકે છે
આ સિવાય મૌલવી મોહમ્મદ રફીને ઓરલ સેક્સ જેવા આરોપો હેઠળ 20-20 વર્ષની સજા અને રૂ. 50-50 લાખનો દંડ કરાયો છે. બીજીબાજુ IPC ની કલમ 376(3) હેઠળ સગીરા પર બળાત્કારના આરોપમાં રૂ. 1 લાખનો દંડ અને 25 વર્ષની સજા કરાઈ છે. ગુનાઈત ધમકી આપવા માટે પણ તેને સજા સંભળાવાઈ છે. તેમાં કેટલીક સજાઓ એક સાથે ચાલશે. એવામાં રફીને મહત્તમ 50 વર્ષ જેલમાં પસાર કરવા પડી શકે છે. આરોપ છે કે મૌલવી વિદ્યાર્થિનીને બળજબરીથી ડરાવી-ધમકાવી બીજા રૂમમાં લઈ જતો હતો અને બળાત્કાર કરતો હતો.