અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ….
ભાજપની સત્તાધારી પંચાયતમાં ડખો સામે આવ્યો છે જ જિલ્લા પંચાયત પ્રમુખસદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ થતા આગામી 27 માર્ચે બજેટ માટે યોજાનાર સામાન્ય સભા રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના ડીડીઓ દીપેન કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કરાયો હતો સાથે જ ભાજપ ના જિલ્લા પંચાયતના સદસ્યો સાથે સંકલન નહીં કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી જિલ્લા પંચાયત સદસ્ય પ્રમુખ ડીડીઓને મળીને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને તમામ સદસ્યો જિલ્લા પંચાયતના આગામી તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી