Boys Hostel,OP Jindal University, Sonipat : પ્રેમ વ્યક્તિને કઈ હદ સુધી લઈ જવા મજબૂર કરે છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કોઈ ચાંદ – તારા તોડીને લાવવાની વાત કરે છે, જ્યારે કેટલાક પોતાના જીવને જોખમમાં નાખવાની વાત કરે છે. પરંતુ આ સજ્જને તો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં સંતાડી દીધી. ચોંકાવનારો આ કિસ્સો હરિયાણાના સોનીપતનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટી કોલેજ હોસ્ટેલનો છે.
આપણે સૌ જાણીએ છીએ કે, બોયઝ હોસ્ટેલમાં છોકરીઓને પ્રવેશ કરવાની સખત મનાઈ છે. પરંતુ અહીં રહેતા એક એક છોકરાએ પ્રેમ એટલો ચડી ગયો હતો કે, તેએ પોતાની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં સંતાડીને હોસ્ટેલમાં અંદર લાવ્યો હતો. પરંતુ તે હોસ્ટેલમાં લઈ જાય તે પહેલા પકડાઈ ગયો હતો.
સિક્યુરિટી ગાર્ડ્સને કેવી રીતે ગઈ શંકા
આ અંગે મળતી માહિતી પ્રમાણે જ્યારે છોકરો તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે છોકરીથી ચીસ નીકળી ગઈ હતી. બસ પછી સુરક્ષા ગાર્ડ્સને શંકા ગઈ એટલે તેણે તરત જ સૂટકેસ ચેક કરી ત્યારે છોકરાનો પોલ ખુલી ગયો હતો. જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે તેમાં સામાનની જગ્યાએ એક છોકરી મળી આવી હતી. આ જોઈને ત્યાં હાજર બધા ચોંકી ગયા હતા. તેણે તરત જ છોકરીને સુટકેસમાંથી બહાર કાઢી હતી.
ગર્લફ્રેન્ડને સુટકેસમાં સંતાડી, હોસ્ટેલમાં પકડાયો
આ અંગેનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે, કે કેટલીક મહિલા સુરક્ષા ગાર્ડ સૂટકેસ ખોલી રહી છે. જ્યારે સુટકેસની અંદર જોતા ત્યા ઉભેલા સૌ કોઈ ચોંકી ગયા હતા, કે તેમાં કોઈ સામાન નથી પણ એક છોકરી છે. આ છોકરી એ જ કોલેજમાં અભ્યાસ કરે છે કે બહારની છે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાયરલ વીડિયો સોનીપતની ઓપી જિંદાલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલનો છે.