વડોદરા,યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને મહિલા પાસેથી ૧.૯૨ લાખ પડાવી લેવાના બનાવમાં માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ સેફ્રોન બેઝીકમાં રહેતા સોનલબેન નીનાંદભાઇ કરણીક ખાનગી ન્યૂઝમાં રિપોર્ટર છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૨૪ માં માંજલપુર મારૃતિધામ સોસાયટીની સામે આવેલી અમારી ઓફિસમાં કિંજલ શાહ નામનો વ્યક્તિ અવાર – નવાર આવીને બેસતો હોઇ અમારી ઓળખાણ થઇ હતી. તેણે મને જણાવ્યું હતું કે,યુરોપના લિથવીનીયા જવું હોય તો મને કહેજો મારો મિત્ર ત્યાં કુકિંગનો વેપાર કરે છે. તેમાં એક મહિલાની જરૃર છે. તેણે ૧૫ દિવસમાં વર્ક પરમિટ કરી આપવાનું કહીને ૬ લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું.કિંજલભાઇ શાહ (રહે. લક્ષ્મી એપાર્ટમેન્ટ, નવાપુરા) તથા પુજાબેન નિકુંજભાઇ શાહે (રહે. રાધાપાર્ક સોસાયટી, વારસિયા) યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને મારા પાસેથી ૧.૯૨ લાખ પડાવી લીધા હતા.