Who Is Rutuja Patil: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારના પુત્ર જય અજિત પવારની 10 એપ્રિલે સગાઇ થઇ છે. આ સમારોહમાં પ્રતિભા પવાર, પ્રતાપરાવ પવાર, સુપ્રિયા સુલે અને શરદ પવાર સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. રુતુજા પાટિલ હવે પવાર પરિવારની વહુ બનવા જઈ રહી છે. સગાઈની તસવીરો બારામતીના સાંસદ સુપ્રિયા સુલે દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. શું તમે જાણો છો કે રુતુજા પાટિલ કોણ છે?
કોણ છે રુતુજા પાટિલ?
રુતુજા પાટીલ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટનની રહેવાસી છે. રૂતુજા ઉદ્યોગપતિ પ્રવિણ પાટીલની પુત્રી છે. પ્રવીણ પાટિલ વ્યાપાર જગતમાં એક જાણીતું નામ છે. રુતુજાની બહેનના લગ્ન પણ જાણીતા ઉદ્યોગપતિ કેસરી ટ્રાવેલ્સના ઘરે થયા છે. તે કેસરી પાટિલની પુત્રવધૂ છે.
So happy for our Jay, and a warm welcome to Rutuja! Congratulations to both of you!” 🎉💞
Stay happy and blessed. 💕❤️💕 pic.twitter.com/C44n1SpmCh
— Supriya Sule (@supriya_sule) April 10, 2025
જય પવાર હજુ સુધી સક્રિય રાજકારણમાં નથી પ્રવેશ્યો
અજિત પવારનો નાના પુત્ર જય પવાર હજુ સુધી સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા નથી. તેમનો ઝુકાવ વ્યવસાય તરફ છે. તે દુબઈમાં રહેતો હતો અને કોર્પોરેટ જગતમાં રીતે કામ કરતો હતો. હવે તે મુંબઈ અને બારામતીમાં કામ કરે છે. જો કે જયએ તાજેતરની લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો હતો. બારામતીમાં તેની માતા સુનેત્રા પવારને ટેકો આપ્યો. તેમણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં અજિત પવાર માટે પ્રચાર કર્યો હતો. જય અને રુતુજા થોડા વર્ષોથી એકબીજાને ઓળખે છે અને હવે તેઓ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: ‘મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો…’ તહવ્વુર રાણાની કોર્ટને અપીલ
શરદ પવાર પાસેથી આશીર્વાદ લીધા
સગાઈ પહેલા, જય પવાર અને રુતુજા પાટીલ વરિષ્ઠ નેતા અને જયના દાદા શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ પ્રસંગે અજિત પવાર અને શરદ પવાર સાથે જોવા મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. પવાર પરિવારમાં હવે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને રાજકીય વર્તુળોમાં પણ આ સગાઈની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.