2026 Holiday Calendar: વર્ષ 2025નો અંત નજીક છે અને હવે આપણે સૌ નવા વર્ષમાં પ્રવેશ કરવાના છીએ. નવા વર્ષને લઈને લોકોના મનમાં ઉત્સાહ છે. એવામાં જો તમે પણ આવતા વર્ષે પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2026 તમારા માટે સારું વર્ષ રહેશે. 2026માં ઘણા લાંબા વીકેન્ડ આવી રહ્યા છે.
જાન્યુઆરી
પહેલી તારીખે ઘણી ઓફિસોમાં ન્યૂ યરની રજા હોય છે. એવામાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ શનિ-રવિની રજા આવે છે. એવામાં જો બીજી જાન્યુઆરીએ રજા લઈ લો તો તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો.
આ સિવાય 26 જાન્યુઆરી આ વખતે સોમવારે આવે છે. એવામાં શનિ, રવિ અને સોમ એમ સળંગ ત્રણ રજા મળશે.
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ
ફેબ્રુઆરીમાં કોઈ જ સળંગ રજાઓ નથી આવતી. માર્ચમાં 20 તારીખે ઈદની રજા હશે અને પછી 21-22એ શનિ-રવિ આવે છે. આ સિવાય એપ્રિલ મહિનામાં ત્રીજી તારીખે ગુડ ફ્રાઈડે છે, પછી ચોથી અને પાંચમી એપ્રિલે શનિ-રવિની રજા.
મે મહિનામાં બે લાંબા વીકેન્ડ
મે મહિનાની પહેલી જ તારીખે બુદ્ધ પૂર્ણિમાની રજા, પછી બીજી અને ત્રીજી મેએ શનિ-રવિ હોવાથી ત્રણ સળંગ રજા મળશે. આ સિવાય 23 અને 24મી મેએ શનિ રવિની રજા છે જ્યારે 26 તારીખે ઈદ છે. એવામાં જો 25 તારીખે રજા લઈ લો તો સળંગ ચાર દિવસની રજા મળશે.
રક્ષાબંધન શુક્રવારે હોવાથી ત્રણ રજાનો મોકો
જૂન મહિનામાં 26 તારીખે મોહરમ છે ત્યારે પણ શુક્રવાર છે. આમ 26, 27, 28 સળંગ રજા મળશે. પછી ઓગસ્ટ મહિનામાં 22 અને 23એ શનિ રવિ જ્યારે 25 તારીખે ઈદની રજા. 28 તારીખે રક્ષા બંધન જ્યારે 29 અને 30એ શનિ રવિની રજા આવશે.
જન્માષ્ટમી પણ શુક્રવારે
સપ્ટેમ્બર મહિનામાં જન્માષ્ટમી ચોથી તારીખે છે. આઠમ શુક્રવારે હોવાથી શુક્ર, શનિ અને રવિની રજા મળી શકે. તે પછી 12 અને 13 સપ્ટેમ્બરે શનિ-રવિ છે અને 14 તારીખે ગણેશ ચતુર્થીની રજા.
દશેરાએ સળંગ ચાર રજાનો મોકો
ઓકટોબર મહિનામાં બીજી તારીખે ગાંધી જયંતી આવશે, જે પણ શુક્રવારે જ છે. આ સિવાય 20 તારીખે દશેરા છે, જે મંગળવારે છે. એવામાં જો સોમવારની રજા લો તો 17થી 20 એમ સળંગ ચાર દિવસની રજા મળી શકે છે.
ક્રિસમસ પણ શુક્રવારે
નવેમ્બર મહિનામાં 8 તારીખે દિવાળી રવિવારે છે જ્યારે ધનતેરસ અને કાળીચૌદશ શુક્ર-શનિએ આવશે. તે પછી ભાઈબીજ મંગળવારે રહેશે. એવામાં સળંગ 5 દિવસની રજાઓ મળશે. તે પછી ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ પણ શુક્રવારે આવતો હોવાથી સળંગ ત્રણ દિવસની રજા મળશે.






