Stock Market Boom: અમેરિકાના ફેડ રિઝર્વની રેટ કટ મુદ્દે જાહેરાત તથા રેસિપ્રોકલ ટેરિફમાં રાહતના અંદાજો સાથે શેરબજારમાં આક્રમક તેજી નોંધાઈ છે. આજે આઈટી અને બેન્કિંગ, મેટલ સહિતના શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ 899.01 પોઈન્ટ ઉછળી 76348.06 પર અને નિફ્ટી 283.05 પોઈન્ટ ઉછળી 23190.65 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે ઈન્ટ્રા ડે 1007.2 પોઈન્ટ ઉછળ્યો હતો. લગભગ 18 ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સે 76000ની સપાટી પાછી મેળવી છે.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની સેન્ટ્રલ બેન્કે વ્યાજના દરો જાળવી રાખ્યા છે. સ્થાનિક બાદ હવે વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના કારણે શેરબજારમાં સળંગ ચોથા દિવસે ઉછાળો નોંધાયો છે.
314 શેરમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 4132 શેર પૈકી 2435 શેર ગ્રીનઝોનમાં અને 1561 શેર રેડઝોનમાં બંધ રહ્યા હતા. આજે કુલ 314 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 192 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ 69 શેર વર્ષની ટોચે અને 102 શેર વર્ષના તળિયે નોંધાયા હતાં. માર્કેટ બ્રેડ્થ એકંદરે પોઝિટિવ રહી હતી.
ટેલિકોમ સેક્ટરમાં તેજી
ટેલિકોમ સેક્ટરમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. ભારતી એરટેલનો શેર આજે સેન્સેક્સ પેકમાં ટોપ ગેનર રહ્યો હતો. જે 4.05 ટકા ઉછળી 1703ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ આજે 1.94 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો છે.
આઈટી-ટેક્નોમાં ખરીદી વધી
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે સમાધાન શક્ય હોવાના સંકેતો વચ્ચે નિકાસ પર નિર્ભર આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ધૂમ ખરીદી વધી હતી. આજે આઈટી ઈન્ડેક્સ 1.28 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.89 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. ટીસીએસ, ઈન્ફોસિસ, રૂટ, વિપ્રો, ન્યૂજેન, ઈમુદ્રા સહિતના શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી હતી.
રોકાણકારોની મૂડી વધી
શેરબજારમાં એકંદરે ઉછાળા તરફી માહોલ સર્જાતા રોકાણકારોની મૂડી રૂ. 3.32 લાખ કરોડ વધી હતી. બીએસઈ માર્કેટ કેપ આજે 408.33 લાખ કરોડ નોંધાયુ હતું.
નિફ્ટી50 ખાતે ટોપ ગેનર્સ