સંજીવ રાજપૂત, અમદાવાદ: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે ઠંડી છાશનું કરાયું વિતરણ. હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આગ વરસાવતી ગરમીમાં પણ પેટ માટે લોકો રળિયું રળતા હોય છે અને ગરમીમાં પણ પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોય છે
ત્યારે સમસ્ત કાર્યરત લોકો માટે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ નિમ્મીતે શંભવનાથ ગ્રુપ તરફથી રાહગીરીઓને ગરમીમાં ઠંડી છાશના વિતરણ કાર્યક્રમનું આયોજન ચૂલા ચા, ઢોસા ડ્રિમ, અખબાર નગર પાસે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ ઠંડી છાસનો લાભ લેતા નજરે જોવા મળ્યા હતા.. આ પ્રસંગે ગ્રૂપના સુધીરભાઈ દોશી, પ્રકાશભાઈ શાહ, રમેશભાઈ શાહ, કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, વિરલભાઈ (ડ્રિમ ઢોસા), દેવાંગભાઈ શાહ, ભોલાભાઈ ચૂલા ચાવાળા, સહિત અન્ય લોકોએ ઉપસ્થિત રહી 520 લીટર છાશનું વિતરણ કર્યું હતું. તો રાહદારીઓ પણ આ અસહય ગરમીમાં છાશ પી ગરમીમાં રાહત લેતા તેમના આ કાર્યને બિરદાવતા જોવા મળ્યા હતા.