gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદના નવા બસ મથક પાસેથી એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા ઝડપાઈ | Madhya Pradesh woman caught wit…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
આણંદના નવા બસ મથક પાસેથી એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા ઝડપાઈ | Madhya Pradesh woman caught wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રતલામના શખ્સ પાસેથી ડ્રગ્સ લઈને ડિલિવરી આપવા આવી હતી

રૂપિયા ૩.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ

આણંદ: આણંદ એસઓજીએ ગત બુધવારની સાંજે આણંદ શહેરના નવા બસ મથક નજીક આવેલા સરદાર બાગ પાસેથી ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની એક મહિલાને ઝડપી પાડી હતી. રતલામના એક શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લઈને આ મહિલા બસ મારફતે આણંદમાં ડિલિવરી આપવા માટે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જોકે આ મહિલા ડિલિવરી આપે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડી કુલ રૂ. ૩.૫૯ લાખનો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. 

એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપવા માટે આણંદના નવા બસ મથક પાસે ઉભી છે અને ડિલિવરી લેવા આવનાર શખ્સની રાહ જોઈ રહી હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ સરદાર બાગ પાસે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા હાથમાં થેલો લઈને એક રિક્ષાની પાછળ ઉભેલી મહિલા જોવા મળતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. પોલીસે મહિલાની પાસે રાખેલા થેલામાં તપાસ કરતાં અંદરથી એક પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે મહિલાને અટકમાં લઈ એસઓજી પોલીસ મથકે લાવી તેની પાસેથી મળી આવેલો પદાર્થ શું છે તે અંગે તપાસ કરવા માટે એફએસએલને જાણ કરાતા એફએસએલની ટીમ પણ આવી પહોંચી હતી અને મહિલા પાસેથી મળેલા પદાર્થની ચકાસણી કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યો હતું. 

પોલીસે એમડી ડ્રગ્સનુંં વજન કરતા ૧૧૬ . ૨૭૦ ગ્રામ થયું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૩,૪૮,૮૧૦ જેટલી થવા જાય છે. પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલાના નામઠામ અંગે પૂછતા તેણે મંજુ જગદીશભાઈ ભુરીયા (રહે.જાંબુઆ, મધ્ય પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૩,૫૯,૪૭૯નો મુદ્દામાલ જપ્ત કરી આણંદ શહેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલી મંજુ ભુરીયા મધ્યપ્રદેશના રતલામથી નારાયણ નામના શખ્સ પાસેથી આ એમડી ડ્રગ્સ લઈને બસ મારફતે આણંદ ખાતે કોઈને ડિલિવરી આપવા માટે આવી હોવાનું જાણવા મળ્યું હતું. આણંદમાં કોને ડિલિવરી આપવાની હતી તે બાબતે પોલીસે મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આણંદમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાસ થવાની શક્યતા જોવાઈ રહી છે.

– શિક્ષણ નગરી આણંદમાં ડ્રગ્સનું દૂષણ : તંત્રનું મૌન

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ હબ તરીકે જાણીતા આણંદ અને વિદ્યાનગરમાં આવેલી વિવિધ કોલેજોમાં બહારગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી તેઓને નશાને રવાડે ચડાવતા અસામાજિક તત્વો દ્વારા આણંદ વિદ્યાનગરમાં નશીલા માદક પદાર્થોના વેચાણનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને વિદ્યાનગરના વિવિધ વિસ્તારોમાં માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા આ અંગે સઘન ચેકિંગ હાથ ધરી માદક પદાર્થો ની હેરફેર કરતા તત્વોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…
GUJARAT

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

June 7, 2026
જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…
GUJARAT

જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…

June 7, 2026
કુદરતની કેવી કરુણતા! વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી નડ્યો અકસ્માત, એમ્બ્યુલન્સને કારે ટક્ક…
GUJARAT

કુદરતની કેવી કરુણતા! વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી નડ્યો અકસ્માત, એમ્બ્યુલન્સને કારે ટક્ક…

June 7, 2026
Next Post
કરમસદ-આણંદ મનપામાં 09 એકમો પાસેથી રૂ. 1.23 લાખનો દંડ વસૂલાયો | Fine of Rs 1 23 lakh collected from 0…

કરમસદ-આણંદ મનપામાં 09 એકમો પાસેથી રૂ. 1.23 લાખનો દંડ વસૂલાયો | Fine of Rs 1 23 lakh collected from 0...

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver’s record rally …

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver's record rally ...

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરનાળી મંદિર પરિસરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તૂટયું | Mangalsutra breaks from woman’s neck in Ka…

કરનાળી મંદિર પરિસરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તૂટયું | Mangalsutra breaks from woman’s neck in Ka…

11 months ago
ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unkn…

5 months ago
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત | why mahayuti a…

સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત | why mahayuti a…

4 months ago
ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ…

ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News