Bhavnagar News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન ભાવનગર અન જામનગરમાં આપઘાતની ઘટના સામે આવી છે. ભાવનગરના ગારિયાધારમાં આધેડે ઝેરી દવા પીને પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. જ્યારે જામનગરના લાલપુરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત કર્યો હતો.
આધેડે ઝેરી દવા પીને પોતાના શરીર પર આગ ચાંપી
મળતી માહિતી અનુસાર, ભાવનગરના ગારિયાધારમાં રમેશ મકવાણાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. તેમણે પહેલા ઝેરી દવા પીધી હતી અને બાદમાં પોતાના શરીર પર જાતે જ આગ ચાંપીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગારિયાધાર તાલુકાના સાંઢખાખરા અને ચોંડા રોડ પર બળેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં પતિ-પત્નીએ સાતમાં માળેથી પડતું મૂક્યું, એકનું મોત, આપઘાતનું કારણ ઘરકંકાસ?
યુવકે જંતુનાશક દવા પી જીવન ટૂંકાવ્યું
બીજી તરફ જામનગરના લાલપુરમાં ઝાખર ગામની સીમમાં લાલપુરના ઝાખર ગામની સીમમાં યુવકે દવા પી જીવન ટૂંકાવ્યું હતું. વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.