ભારત, મ્યાનમાર અને તાજિકીસ્તાનમાં રવિવારે સવારે હિમાલય-પર્વતમાળાને સ્પર્શતા આ ત્રણે દેશો ધૂ્રજી ઉઠયા
નવીદિલ્હી: ભારત, મ્યાનમાર અને તાજિકીસ્તાનમાં રવિવારે સવારે એક જ કલાકમાં લાગેલા ધરતીકંપના એક પછી એક એમ ચાર ચાર આંચકાઓને ઉત્તર ભારત, મ્યાનમાર તથા તાજિકીસ્તાનમાં અનેક મકાનો ધરાશયી કરી નાખ્યાં હતાં, માર્ગો તોડી નાખ્યા હતા, કેટલીક નદીઓના બંધો પણ તોડી નાખ્યા હતા. તેમાંએ થોડા દિવસો પૂર્વે જ ભૂકંપના આંચકા અનુભવી ગયેલાં મ્યાનમારમાં તો ભારે તબાહી થઈ ગઈ હતી.
આશ્ચર્ય તો તે વાતનું રહ્યું છે કે મ્યાનમારમાં એક બૌદ્ધ મંદિર તો ધ્વંસ થઈ ગયું હતું. પરંતુ ભગવાન બુદ્ધની મૂર્તિને ઊની આંચ આવી ન હતી. આંચકાઓ શમ્યા પછી અનેક લોકો ભગવાન બુદ્ધની મૂર્તિનાં દર્શને ઊમટયા હતાં.
ઉત્તર ભારતના હિમાલયને સ્પર્શીને રહેલા વ્યાપક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાઓ હતો. તેટલું જ નહીં પરંતુ પાટનગર દિલ્હી અને નેશનલ કેપિટલ રીજીયને પણ ધૂ્રજારીઓ અનુભવી હતી.
સહજ છે કે ધરતીકંપ શરૂ થતાં જ તે ત્રણે દેશોમાં લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં અને અસામાન્ય ગરમીને લીધે કેટલાયે ઝાડની નીચે આશ્રય મેળવતા હતા.
ધરતી કંપ થવાનું કારણ દક્ષિણની ટાઇટેનિક પ્લેટ ઉત્તરની હિમાલયન ટાઇટેનિક પ્લેટ સાથે અથડાઈ હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે.
ભારતમાં રવિવારે સવારે ૯ વાગે હિમાચલ પ્રદેશનાં મંડીમાં માત્ર ૩.૪ અંકનો જ પહેલો આંચકો લાગ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે તે કંપનનું કેન્દ્ર બિંદુ ૩૧.૪૯ ડિગ્રી નોર્થ, અને ૭૬.૯૪ ડીગ્રી ઈસ્ટમાં માત્ર પાંચ જ કિ.મી.ની ઊંડાઈએ હતું.
આ ધરતીકંપ હળવો હોવા છતાં, લોકો ઘરની બહાર નીકળી ગયાં હતાં. રવિવાર હોવાથી ઓફીસો તો બંધ હતી. આ હળવા ભૂકંપ પછી તુર્ત જ મ્યાનમાર, મધ્ય મ્યાનમારનાં મૈકટિલામાં ૫.૫નો ભૂકંપ નોંધાયો હતો.
માર્ચ ૨૮ના દિવસે મ્યાનમારમાં લાગેલા ૭.૭ના ધરતીકંપ પછીનો આ સૌથી પ્રબળ ભૂકંપ હતો. ૨૮ માર્ચના તે ભૂકંપે ૩,૬૦૦ના જાન લીધા હતા. અહીં જ બૌદ્ધ મંદિર તૂટી પડયું હતું. પરંતુ ભગવાન બુદ્ધની પ્રતિમા અક્ષુણ્ણ રહી હતી. ગયા વખતે (૨૮ માર્ચે) લાગેલા ૭.૭ના આંચકા કરતાં આ આંચકો ઓછો હોવા છતાં ગયા વખતના આંચકાના ભયથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ પછી બીજા ૩ આંચકા આવતાં લોકોમાં દહેશત પેસી ગઈ હતી.
તાજિકીસ્તાન આજે (રવિવારે) સવારે ૬.૧નો આંચકો લાગ્યો હતો તેનું કેન્દ્ર બિંદુ ૩૮.૮૬ ડિગ્રી ઉ.અંક્ષાસ અને ૭૦.૬૧ ડિગ્રી પૂર્વ રેખાંશમાં ભૂતળથી માત્ર ૨૦ કિ.મી. ઊંડે જ હતું. તે પછી ૧૦.૩૬ વાગે ફરી આંચકો આવ્યો તે પછી બીજા બે આંચકા પણ આવ્યા હતા. સહજ છે કે લોકો ગભરાઈ ગયા હતા. ઘર બહાર દોડી ગયા હતા. તાજિકીસ્તાનમાં શુક્રવારે રજા રખાઈ હોઈ કેટલાકે આજે ઓફિસોમાં જવાનું ટાળ્યું હતું. તો જે ઓફિસોમાં પરોઢે પહોંચી ગયેલા પણ ધૂ્રજારીઓ થતાં જ ઓફિસોની બહાર નીકળી ગયા હતા.