Tamil Nadu News : તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ ફરી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે મદુરૈની એક એન્જિનિયરિંગ કૉલેજમાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું કહેતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર રાજ્યપાલનું નિવેદન વાયરલ થયા બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. વિપક્ષે રાજ્યપાલના નિવેદનથી વાંધો ઉઠાવી તેમને આરએસએસના પ્રવક્તા ગણાવ્યા છે.