
Maharastra Election News : મહારાષ્ટ્રમાં આજે રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ (BMC) સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આજે સવારે 7:30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીને 2022માં શિવસેનાના વિભાજન બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનારી ‘અગ્નિપરીક્ષા’ માનવામાં આવી રહી છે.










