વડોદરા,પુત્ર ક્રિકેટ રમવા ગયો અને વૃદ્ધ પિતાએ ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાયલી અક્ષર એન્કલેવમાં રહેતા ૬૧ વર્ષના સંજયભાઇ શ્રીકૃષ્ણભાઇ ડોંગરે તેમના પુત્ર સાથે રહેતા હતા. તેમના પત્ની રાજકોટમાં નોકરી કરે છે. જ્યારે પુત્ર ફર્નિચર મટિરિયલ સપ્લાયનું કામ કરતો હતો. ગઇકાલે પુત્ર ફ્લેટ નીચે ક્રિકેટ રમવા ગયો હતો. ત્યારે પિતાએ ગળા ફાંસો ખાઇ લેતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને એક અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું મારી જાતે જ આ પગલું ભરી રહ્યો છું. પોલીસ કોઇને હેરાન ના કરે. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.